અજબગજબ

17 વર્ષની છોકરી 5 વર્ષથી પેટમાં ઉછેરી રહી હતી આ વિચિત્ર વસ્તુ, સર્જરી પર થયો ચોંકાવનારો ખુલાસો

લોકોના સ્વાસ્થ્ય પર મોટાભાગે જાણતા-અજાણતા એવા ફેરફારો થતા રહે છે કે જેની જે તે વ્યક્તિને ખબર પણ ન પડી શકે. એવી જ એક ઘટના 17 વર્ષની છોકરીની સાથે બની છે, જેને જાણીને ડોકટરો પણ હેરાન રહી ગયા હતા. છોકરીના પેટમાં રોજ દુ:ખાવો રહેતો હતો પણ દુ:ખાવાનું કારણ સમજણમાં આવતું ન હતું. એવામાં સર્જરીના દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી હતી.

Image Source

વાત કંઈક એવી છે કે છોકરીના પેટમાં આંશિક રૂપથી વિકૃત જુડવા ઉછરી રહ્યા હતા, જે એક ટ્યુમર(ગાંઠ) જેવા હતા. આવું આગળના પાંચ વર્ષોથી ચાલતું આવ્યું હતું. જેને લીધે મહિલાને પેટમાં દુ:ખાવો, ભૂખ ન લાગવી, થાક લાગવો વગેરે જેવી ફરિયાદ રહેતી હતી. જ્યારે ડોક્ટરોએ તેના પેટની જાંચ કરી, તો એક ગાંઠ સ્વરૂપ દ્રવ્યમાન પ્રાપ્ત થયું જે એકદમ કઠણ હતું.

ડોક્ટરોના આધારે ટ્યુમરનો કેલ્શિયમ વાળો ભાગ સીટી સ્કેન પર સફેદ રંગનો દેખાઈ આવે છે. પણ બારીકાઈથી જોવા પર કેલ્શિયમ અંશ હાડકાનું રૂપ લઇ ચુક્યા હતા. તેની પાંસળીઓ પણ બની ગઈ હતી. જ્યારે અમુક ભાગમાં તેના પર વાળ અને દાંત પણ ઉગી નીકળ્યા હતા.

ડોક્ટરોના આધારે આ દ્રવ્યમાનને ટેરોટોમાં રૂપે જાણવામાં આવે છે. આ ગાંઠનું એક એવું રૂપ છે જે ઘણા પ્રકારની પેશીઓમાં વિકસિત થાય છે. આ એક ભ્રુણ એટલે કે બાળકના વિકાસની જેમ દેખાઈ છે, પણ હકીકતે તેમાં બાળક નથી હોતું. તે મોટાભાગે અંડાશય, અંડકોષ, કે ટેબલોનમાં બને છે.

આ યુવતીનું ટેરાટોમા એકદમ વિચિત્ર હતું. કેમ કે તેનાથી ટ્યુમરની સંભાવના એક વિકૃત ઝુડવાનો રૂપ લઇ રહી હતી. ભ્રુણમાં ભ્રુણ હોવાની આ ઘટના લગભગ 500,000 જીવિતમાંથી માત્ર એકને જ થતી હોય છે.