લંડનના રસ્તા પર આ યુવકે છેડ્યાં “તેરે નામ”ના સુર…પબ્લિક પણ મદહોંશ બનીને સાંભળતી રહી.. જુઓ વીડિયો

ભારતીય છોકરાએ લડંનના રસ્તા પર ઉભા રહીને “તેરે નામ”નું ટાઇટલ સોન્ગ ગાયું, ભૂરિયાઓ પણ સાંભળતા રહી ગયા.. જુઓ વીડિયો

બોલિવુડની કેટલીક ફિલ્મો અને તેના ગીતો સદાબહાર છે. ઘણી જૂની ફિલ્મોના ગીતોને આજે પણ લોકો વર્ષો બાદ એટલા જ પસંદ કરે છે અને કેટલાક ગીતો રસ્તે ચાલતા ચાલતા પણ આપણા કાને પડે તો પણ આપણા પગ થંભી જતા હોય છે. એવી જ એક ફિલ્મ હતી તેરે નામ. જે 2003માં રિલીઝ થઇ હતી અને આજે 20 વર્ષ બાદ પણ એ ફિલ્મોના ગીતો લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

બોલીવુડની ફિલ્મોના ચાહકો દેશમાં જ નહિ વિદેશમાં પણ જોવા મળે છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં લંડનના રસ્તાઓ પર ઉભા ઉભા એક છોકરો ફિલ્મ “તેરે નામ”નું ટાઇટલ સોન્ગ ગાતો જોવા મળી રહ્યો છે. જેને હવે ભારતીય લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ યુઝર વિશ મ્યુઝિક દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વીડિયોની સાથે કેપશનમાં લખ્યું છે કે “લંડનના સાઉથ હોલમાં તેરે નામ પર લાઈવ પર્ફોમન્સ કરતા.” વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માઇક છોકરાના હાથમાં દેખાય છે અને લોકો સામે ઉભા છે. ખાસ વાત એ છે કે છોકરાએ તેરે નામની હેરસ્ટાઇલ પણ રાખી છે. તેના હવામાં ઉડતા વાળ લોકોને ઘણા આકર્ષિત કરે છે. આ સિવાય તેનો અવાજ એટલો મીઠો પણ છે કે લોકો ત્યાં જોવા માટે ઉમટી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vish (@vish.music)

વીડિયોમાં પણ જોવા મળે છે કે ત્યાંની ભીડ છોકરાને પ્રોત્સાહિત કરે છે અને અભિવાદન પણ કરે છે. વીડિયો જોઈને એમ લાગે છે કે આ લંડનનો ખુબ જ વ્યસ્ત રસ્તો છે જ્યાં છોકરો ઉભા ઉભા ગીત ગાઈ રહ્યો છે. ત્યારે વીડિયો વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ઘણા લોકો આ છોકરાના અવાજને ખુબ જ વખાણી રહ્યા છે.

Niraj Patel