સલમાન ખાન સાથે વર્ષ 2003માં ફિલ્મ તેરે નામમાં અભિનેત્રી રહી ચુકેલી ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો, તેમના પિતા આર્મીમાં કર્નલ હતા અને તેમની માતા શિક્ષિકા હતા. તેમનો શાળાનો અભ્યાસ ન્યુ દિલ્હીમાં થયો હતો. તેમનું સાચું નામ રચના ચાવલા હતું, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમને પોતાનું નામ બદલીને ભૂમિકા કરી દીધું હતું.
View this post on Instagram
19 વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ભૂમિકા મુંબઈ આવી અને તેમને શરૂઆતમાં એડ ફિલ્મ્સ અને હિન્દી મ્યુઝિક વિડીયો આલબમ્સમાં કામ કર્યું. આ પછી તેને ઝીટીવીની એક સીરિયલ હિપ હિપ હુરેના એક એપિસોડમાં પણ કામ કર્યું હતું.
View this post on Instagram
બોલિવૂડમાં આવતા પહેલા ભૂમિકાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, અને વર્ષ 2000માં યુવાકુડુમાં કામ કર્યું, આ પછી બીજા જ વર્ષે પવન કલ્યાણ સાથે કુષી રિલીઝ થઇ જે બોક્સ ઓફિસ પર હિટ રહી. આ ફિલ્મ માટે ભૂમિકાને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી, તેલુગુનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેને કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યા પછી, ભૂમિકાએ બોલિવૂડમાં ફિલ્મ તેરે નામથી ડેબ્યુ કર્યું, જે એ વર્ષની હિટ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મ માટે તેને કેટલાક એવોર્ડ્સ પણ જીત્યા હતા. આ પછી તેને ઘણી બોલિવૂડ ફિલ્મો કરી પણ તેમને સફળતા ન મળી. વર્ષ 2008માં તેમને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પણ શરુ કર્યું.
તેમના અંગત જીવનની વાત કરીએ તો ભૂમિકા તેમના યોગા ટીચર ભારત ઠાકુરને ડેટ કરી રહયા હતા અને 4 વર્ષ ડેટિંગ કર્યા બાદ તેમને વર્ષ 2007માં ખૂબ જ સાદગીપૂર્વક લગ્ન કરી લીધા. વર્ષ 2014માં તેમને એક દીકરાને જન્મ આપ્યો. લગ્ન પછી તેમને થોડા વર્ષો માટે બોલિવૂડથી બ્રેક લીધો.

લગ્ન પછી હૈદરાબાદ શિફ્ટ થયા પછી તે સાઉથના પ્રોજેક્ટને કારણે વ્યસ્ત થઇ ગયા હતા. છેલ્લીવાર ભૂમિકા ફિલ્મ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી હતી, જેમાં તેમને ધોનીની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે જબ વી મેટ માટે સૌથી પહેલા ભૂમિકાને સાઈન કરવામાં આવી હતી, પણ પ્રોડક્શન હાઉસ બદલાઈ ગયું અને ફિલ્મની કાસ્ટ પણ. પહેલા ફિલ્મમા ભૂમિકા અને બોબી દેઓલ હતા, પછી ભૂમિકાને બદલીને બોબી સાથે આયેશા ટાકિયાને લેવામાં આવી અને પછી બોબી દેઓલને બદલીને શાહિદ કપૂર સાથે આયેશાને લેવામાં આવી અને પછી છેલ્લે કરીના કપૂર અને શાહિદને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
ભૂમિકા ચાવલા હવે ખામોશી નામની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તમિલ ફિલ્મ કન્નાઈ નમ્બથેયમાં પણ જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks