ફિલ્મી દુનિયા

સુશાંત કેસમાં નવો વળાંક: ફાંસીનો ફંદો બનાવવામાં ઉપયોગમાં આવેલા કપડાંની ભારને લઈને આવ્યા સમાચાર

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના રોજ તેના મુંબઈ સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ આ મામલે બધા જ એન્ગલથી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 30થીવધુ લોકોની પુછપરછ કરવામાં આવી છે. ઘણા લોકોનું કહેવું છે કે, સુશાંતએ આત્મહત્યા નથી કરી પરંતુ તેઉ કથિત રીતે હત્યા કરવામાં આવી છે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. હવે પોલીસ આ મામલે ફોરેન્સિક તપાસ કરી રહી છે.

Image Source

Image Sourceતપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુશાંતે જે કપડાથી ગળેફાંસો ખાધો હતો તેની તેની ફોરેન્સિક લેબ ‘ટેક્સ્ટાઇલ ટેસ્ટ’ કરવામાં આવશે કે આ કપડા સુશાંત જેટલું વજન ઉઠાવી શકે છે. આ સિવાય સુશાંતના ગળાના નિશાન અને અને કપડા પણ મેચ કરવામાં આવશે. આ ટેસ્ટ દ્વારા ખબર પડશે કે.સુશાંતની આત્મહત્યામાં કોઈ કાવતરું નથી. જણાવી દઈએ કે, સુશાંતે ગળેફાંસો ખાવા માટે ગ્રીન કોટન નાઈટ ગાઉનનો ઉપયોગ કર્યો હતો.

પોલીસે સુશાંતના પરિવારના સભ્યો, અભિનેત્રી રિયા ચક્રવર્તી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શનુ શર્મા અને અભિનેત્રી સંજના સંઘી સહિત 29 લોકોનાં નિવેદનો નોંધ્યા છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટના આધારે પોલીસ હજી પણ તેને આપઘાતનો કેસ ગણાવી રહી છે.

સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતનું મોત ફાંસીના કારણે ગૂંગળામણથી થયું છે. તેના શરીર પર કોઈ ઉઝરડા અથવા કોઈ સ્ટ્રેગલ માર્ક્સ નથી. આ સિવાય વિસેરા રિપોર્ટમાં સુશાંતના શરીરમાં કોઈ દવા કે ઝેરી પદાર્થ મળી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.