Agra Child Murder Case : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘહણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. કેટલીક હત્યાઓ અંગત અદાવતમાં થતી હોય છે તો કેટલીક પ્રેમ પ્રસંગોમાં પણ હત્યા થતી હોય છે અને હત્યાને છુપાવવા માટે આરોપીઓ એવા એવા પ્લાન રચે છે જેને જાણીને કોઈનું પણ માથું ચકરાવે ચઢી જાય.
હાલ એક એવી જ હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક ભાડુઆતે 9 વર્ષની બાળકીની હત્યા કરી લાશને કબાટમાં છુપાવી દીધી. આ મામલો UPના આગ્રામાં આવેલા જગદીશપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બિધા નગરનો છે. પીડિતાનો પરિવાર અને આરોપી બંને એક જ મકાનમાં ભાડા પર રહેતા હતા. સોમવારે બપોરથી બાળકી ગુમ હતી. પરિવારજનો તેને શોધી રહ્યા હતા, જ્યારે મોડી સાંજ સુધી બાળકીનો પત્તો ન લાગતાં પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પછી પોલીસે ભાડુઆતને કસ્ટડીમાં લઈને કડકાઈથી પૂછપરછ શરૂ કરી, અને તેને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. આરોપીના કહેવા પર પોલીસે બાળકીની લાશ કબજે કરી હતી. બીજી તરફ, પરિજનોએ યુવક પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો છે, પરંતુ પોલીસને ઘટનાસ્થળેથી શરીર પર લોહી અને ઈજાના નિશાન મળ્યા છે. પોલીસે માત્ર હત્યા અંગે જ માહિતી આપી છે. આરોપી ભાડુઆતના રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ માટે ભાડુઆતની પૂછપરછ કરવામાં આવી હતી. નજીકમાં રહેતા સની નામના યુવકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પહેલા તો તેણે અસ્પષ્ટ જવાબ આપ્યો. આ પછી તેની કડક પૂછપરછ કરવામાં આવી અને તેણે આખી હકીકત જણાવી. આરોપી સનીએ બાળકીની હત્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે હત્યા કર્યા બાદ તેણે મૃતદેહને રજાઇમાં લપેટીને કબાટની અંદર છુપાવી દીધો હતો.
ડીસીપી સિટી વિકાસ કુમારે જણાવ્યું કે પોલીસની ટીમ રાત્રે લગભગ 11 વાગે ફરી ઘરે પહોંચી. સનીના કહેવા પર બાળકીની લાશ તેના રૂમના કબાટમાંથી મળી આવી હતી. તેણે મૃતદેહને રજાઇમાં લપેટી દીધો હતો. ગરદન સિવાય શરીર પર ક્યાંય ઈજાના નિશાન જોવા મળ્યા નથી. તેનો અર્થ દોરડા વડે ગળું દબાવવું. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
આરોપી સનીએ કહ્યું, ‘સંતોષના ઘરે હંમેશા આવ-જા થતી હતી. મને ખબર હતી કે પૈસા કબાટમાં રાખવામાં આવ્યા છે. બપોરે સંતોષ અને બબીતા બંને ઘરે નહોતા. એટલે તેમના રૂમમાં ગયો. કબાટમાં રાખેલા પૈસા લઈ રહ્યો હતો ત્યારે જ ત્યાં તેમની 9 વર્ષની દીકરી રાશિ આવી ગઈ. તેણે મને 20 હજાર રૂપિયાની ચોરી કરતા જોયો. તે કહેતી હતી કે મમ્મી પપ્પાને કહી દઈશ. હું ડરી ગયો, કંઈ સમજાયું નહીં એટલે તેને મારી નાખી.
સનીએ રાશિને મરી ન જાય ત્યાં સુધી દોરડાથી તેનું ગળું દબાવી દીધું. આ પછી તેને મૃતદેહને તેના રૂમમાં લઈ ગયો અને તેને ગાદલામાં લપેટીને કબાટમાં છુપાવી દીધો. રાત્રે લગભગ 11 વાગે સનીના કહેવા પર તેના રૂમના કબાટમાંથી બાળકીની લાશ મળી આવી હતી. ત્યારે દીકરીની હત્યા પર પરિવારના હાલ બેહાલ થઇ ગયા છે.