...
   

ભૂલથી પણ ઘરના મંદિરમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો આવશે ભયાનક આફતો ; જાણો વાસ્તુના નિયમો

ભૂલથી પણ આ વસ્તુઓને તમારા ઘરના મંદિરમાં ન રાખો, નહીં તો પૈસાની તિજોરી હંમેશા રહેશે ખાલી…

હિન્દુ ધર્મમાં પૂજા માટે ઘણા નિયમો છે, જેનું પાલન કરવાથી પૂજા સફળ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ પૂજા ખંડ અને પૂજાની વિધિઓને લઈને નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. દરેક ઘરમાં દેવી-દેવતાઓની પૂજા માટે વિશેષ સ્થાન, પૂજા રૂમ અથવા મંદિર બનાવવામાં આવે છે. આ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે.

પૂજા રૂમમાં દેવી-દેવતાઓની નિયમિત પૂજા પણ કરવામાં આવે છે. તેથી, આ પવિત્ર સ્થાનમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા સ્થાનમાં ખામીના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ખામીઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે જાણીએ.

-વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ખંડમાં માચીસની લાકડીઓ ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુના નિયમો અનુસાર પૂજા રૂમમાં માચીસ રાખવાની મનાઈ છે. પૂજા રૂમને આપણા ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના પવિત્ર સ્થાનમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી ન રાખવી જોઈએ આ વસ્તુઓને પણ મંદિરમાંથી દૂર કરો.

– ઘરના મંદિરમાં ક્યારેય સુકાઈ ગયેલા ફૂલ ન રાખો. આમ કરવાથી નાણાકીય પ્રગતિ અને કારકિર્દીમાં સફળતા અટકે છે. અનેક પ્રકારના અવરોધો બનાવે છે.

– એક જ ભગવાન કે દેવીની એકથી વધુ મૂર્તિઓ રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. પૂજા રૂમમાં પૂર્વજોની તસવીરો પણ ન રાખો. તેમની જગ્યા અલગ હોવી જોઈએ.

-આ સિવાય જો ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ તુટી ગઇ હોય અથવા ખંડિત થઈ જાય તો તેને પણ તરત જ હટાવી દેવી જોઈએ, કારણ કે ઘરમાં તૂટેલી મૂર્તિને કારણે ઘરેલું પરેશાનીઓ થાય છે અને ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર માચીસને હંમેશા બંધ કબાટ અથવા બંધ જગ્યાએ રાખવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા આકર્ષિત થતી નથી.

Swt