અજબગજબ

800 વર્ષ પછી ખોલવામાં આવ્યું આ મંદિરનું તાળું અને પછી જે રહસ્ય સામે આવ્યું તે જોઈને લોકો ચોંકી ઉઠ્યા, વાંચો સમગ્ર મામલો

આપણા દેશમાં કેટલીય એવી રહસ્યમય જગ્યાઓ અને કેટલાક એવા મંદિરો છે જેની જાણ હજુ સુધી લોકોને નથી, પરંતુ શોધકર્તાઓ આ મંદિરો અને આવી પુરાત્તન જગ્યાઓ સુધી પહોંચે છે અને ત્યાં જયારે ખોદકામ કરી અને જોવામાં આવૅ છે ત્યારે એવી વસ્તુઓ બહાર આવે છે જેને જોઈને આપણા હોશ ઉડી જાય, થોડા સમય પહેલા જ બંધ મંદિરના દરવાજા ખોલતા હજારો તન સોનુ નીકળી આવ્યું હતું, આવી જ ગહજુ ઘણી જગ્યાઓ ભારતમાં જ છુપાયેલી છે જેમાંની એક જગ્યા હમણાં જ મળી આવી જે એક મંદિર હતું અને આ મંદિરનું તાળું 800 વર્ષ બાદ ખોલવામાં આવ્યું અને જયારે મંદિરનું તાળું ખોલ્યું ત્યારે અંદરના દૃશ્યો જોઈને ત્યાં જોવા આવેલા લોકોના હોશ ઉડી ગયા.

Image Source

કેટલાક પુરાતત્વ વિજ્ઞાનના લોકોએ ભારતના “તિશય ક્ષેત્ર બરાસો”માં વર્ષો જુના બનેલા દિગંબર જૈન મંદિરનું તાળું ખોલ્યું, જે લગભગ 800 વર્ષોથી બંધ હાલતમાં હતું, ત્યાં એક ઓરડાને ખોલતા ત્યાં ઉભેલા લોકોને કંઈક એવું દેખાયું જે જોઈને એમના હોશ ઉડી ગયા હતા,  તેમના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ, ત્યાં ઉભેલા લોકોએ જોયું કે આ મંદિરના દરવાજાની અંદર પણ એક બીજો દરવાજો હતો, જેની અંદર બહુ જ પ્રાચીન સમયની કેટલીક એવી વસ્તુઓ હાથે લાગી જેને જોઈને લોકોને વિશ્વાસ જ ના થયો કે આ વસ્તુઓ આટલા વર્ષો જૂની પણ હોઈ શકે, આ વસ્તુઓને જોઈને એમ જ લાગ્યું કે આ વસ્તુઓ એકદમ નવી અને ચોખ્ખી છે.

Image Source

ત્યાં જ એ ઓરડમાં ઘણા જ ચામાચીડિયા પણ હતા, દરવાજો ખોલતા જ ચામાચીડિયાનું ટોળું બહાર નીકળતા જ લોકો ડરી પણ ગયા હતા. આ ઓરડાની સાફ સફાઈ પણ કરવામાં આવી, 3-4 ટ્રોલી ભરીને કચરો પણ બહાર કાઢવામાં આવ્યો પછી તે ઓરડામાં જ એક ગુફા પણ મળી આવી, જેની અંદર જવા માટે ગુફાની નજીક સુધી પગથિયાં બનાવવામાં આવ્યા હતા. જેને જોતા જ લોકોએ તેની અંદરથી મૂર્તિઓ નીકળવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી, આ ગુફાની અંદર ઘણા જ રહસ્યો છુપાયેલા છે જેની શોધ કરવાની હજુ બાકી છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.