અજબગજબ ખબર

11 વહુઓએ સાસુને જ માની લીધી દેવી, સાસુનું મંદિર બનાવી, ઘરેણાં પહેરાવીને રોજ કરે છે પૂજા

સાસુ વહુના ઝઘડાઓના કિસ્સાઓ અવાર-નવાર સાંભળવા મળતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સો જણાવીશું જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ કિસ્સો પણ છે સાસુ વહુનો જ. પરંતુ એકબીજા સાથે ઝઘડતા સાસુ વહુ નહીં, હોય વહુઓ સાસુના અવસાન બાદ તેમનું મંદિર બનાવી, તેમાં સાસુની પ્રતિમા સ્થાપિત કરી અને ઘરેણાં પહેરાવી રોજ પૂજા કરે છે.

Image Source

આ કહાની છે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના રહેવા વાળા પરિવારની. આ પરિવારની વહુઓને પોતાની સાસુ પ્રત્યે ખુબ જ પ્રેમ છે. એટલે જ તેઓ રોજ તેમની પૂજા કરે છે. આરતી ઉતારે છે. એટલું જ નહીં તે મહિનામાં એકવાર પ્રતિમાની સામે ભજન કીર્તન પણ કરે છે.

Image Source

બિલાસપુર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 25 કિલોમીટર દૂર રતનપુરની અંદર તંબોલી પરિવારની વહુઓએ 2010ની અંદર તેમના સાસુનું મંદિર બનાવ્યું હતું. 77 વર્ષના રિટાયર્ડ શિક્ષક શિવ પ્રસાદ તંબોલીનો પરિવાર હવે બીજા પરિવારો માટે પણ એક મિસાલ બની ગયો છે.

Image Source

આ સંયુક્ત પરિવારની અંદર 39 સભ્યો છે જેમાંથી કુલ 11 વહુઓ છે. જે ખુબ જ પ્રેમથી સાથે રહે છે. આ વહુઓની સાસુ ગીતા દેવીનું વર્ષ 2010માં અવસાન થઇ ગયું હતું, જેનાથી વહુઓને ખુબ જ દુઃખ થયું હતું. તેમની સાસુ પણ તેમની વહુઓને ખુબ જ પ્રેમ કરતી હતી અને તેમને બધા જ પ્રકારની છૂટ આપી હતી. જયારે સાસુના અવસાન બાદ વહુઓને સાસુની યાદ આવવા લાગી ત્યારે તેમને મંદિર બનાવવાનો અને તેમાં પૂજા કરવાનો નિર્ણય કર્યો.

વહુઓને એકતાનો પાઠ ભણાવવા વાળા ગીતા દેવીના ગયા બાદ તેમની વહુઓએ પણ આ વાતને યાદ રાખી અને તેમના સન્માનમાં તેમની પ્રતિમા બનાવીને તેમની પૂજા કરવા લાગી. વહુઓ સાસુની પ્રતિમાને સોનાના ઘરેણાં પહેરાવ્યા છે અને શૃંગાર પણ કર્યો છે.

Image Source

ગીતા દેવીની ત્રણ વહુઓ છે અને તેમની ઘણી દેરાણીઓ છે. તે બધાનું કહેવું છે કે ગીતા દેવી તેને વહુ કે દેરાણીના રૂપમાં નહીં પરંતુ બહેનોના રૂપમાં પ્રેમ કરતા હતા. દરેક કામ વહુઓ અને દેરાણીઓ સાથે સલાહ લઈને જ કરતા હતા. બધાને સાથે મળીને રહેવાની સલાહ આપી હતી.

તંબોલી પરિવારની બધી જ વહુઓ ભણેલી છે, બધાએ પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તે પોતાના ઘરના પુરુષોને ધંધામાં પણ મદદ કરે છે અને હિસાબ કિતાબ પણ સાચવે છે. શિવ પ્રસાદ શિક્ષક પદ ઉપરથી રિટાયર્ડ થયા બાદ પોતે પણ દુકાન ચલાવે છે.

Image Source

આ પરિવાર પાસે હોટલ, કરિયાણાની દુકાન, પાનની દુકાન અને સાબુ બનાવવાની ફેક્ટરી છે. આ ઉપરાંત તેમની પાસે 20 એકડ જમીન પણ છે. જેમાં આખો પરિવાર મળીને ખેતી કરે છે. તંબોલી પરિવારના બધા જ સદસ્યોનું જમવાનું એક જ રસોડામાં બને છે. જ્યાં બધી જ વહુઓ પ્રેમથી મળીને કામ કરે છે.