આ જાણિતી એક્ટ્રેસને ક્રાઇમ બ્રાંચે કરી અરેસ્ટ, રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ

કોઈ સેલિબ્રિટી માટે રેવ પાર્ટીમાં હાજરી આપવી એ કોઈ મોટી વાત નથી. પરંતુ જો પોલીસ રેવ પાર્ટી પર રેડ કરી કોઈ મોટી સેલિબ્રિટીની ધરપકડ કરે છે તો તે ચોક્કસપણે મોટી વાત બની જાય છે. તાજેતરમાં આવી ઘટના સોમવારે બેંગલુરુમાં બની જ્યારે પોલીસે પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેત્રી હેમાની ઈલેક્ટ્રોનિક સિટી નજીકના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી દરમિયાન ધરપકડ કરાઇ.

આરોપ છે કે દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેલુગુ અભિનેત્રી ડ્રગ્સના નશામાં ચૂર હતી. જો કે, ધરપકડ બાદ હેમા જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચી ત્યારે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેર્યો હતો. હેમાએ જે રેવ પાર્ટીમાં હાજરી આપી હતી તેના સંબંધમાં CCB એટલે કે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે તેને પૂછપરછ માટે ઓફિસમાં બોલાવી અને જ્યારે તેઓએ પ્રશ્નો પૂછ્યા ત્યારે તે કોઈપણ પ્રશ્નોના સંતોષકારક જવાબો ન આપી શકી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હેમાએ તેના જન્મદિવસની પાર્ટી આપી હતી અને આંધ્રપ્રદેશ ઉપરાંત પડોશી રાજ્ય તેલંગાણામાંથી ઘણા જાણીતા અને હાઇ ફાઇ લોકોએ પાર્ટીમાં હાજરી આપ હતા. બાતમીના આધારે પોલીસે રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. અને ત્યાંથી કોકેઈન, MDMA સહિત અનેક પ્રકારના ડ્રગ્સ જપ્ત કર્યા. દરોડા બાદ તેમની કાર્યવાહીને મજબૂત કરવા અને લોકોની ગેરસમજ દૂર કરવા પોલીસે લગભગ 103 લોકોના લોહીના નમૂના લીધા હતા.

જેમાંથી 86 લોકો ડ્રગ્સની અસર હેઠળ જોવા મળ્યા. નવાઈની વાત તો એ છે કે પોલીસને તેલુગુ હિરોઈન હેમા પણ ડ્રગ્સના નશામાં ચૂર જોવા મળી. પોલીસે ઘટનાસ્થળેથી 73 પુરૂષો અને 30 મહિલાઓની અટકાયત કરી હતી, જેમાં બે તેલુગુ અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે.

Shah Jina