ટેલિવિઝન જગતના જાણીતા અભિનેતા નિતિન ચૌહાનનું નિધન થયું છે. 35 વર્ષીય અભિનેતાના મૃત્યુનું સત્તાવાર કારણ હજુ સામે આવ્યું નથી, જોકે તેમના સહ-કલાકારે જણાવ્યું છે કે અભિનેતાએ આત્મહત્યા કરી છે. નિતિન ચૌહાન અલીગઢના વતની હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં રહેતા હતા. નિતિનનું નિધન ગુરુવાર 7 નવેમ્બરે થયું હતું. તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી, જેના પછી તેઓ મુંબઈ પહોંચ્યા અને તેમના મૃતદેહને અલીગઢ લઈ ગયા.
ટીવી અભિનેત્રી વિભૂતિ ઠાકુરે નિતિનના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના માટે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે, “તમારા આત્માને શાંતિ મળે. કાશ તમારી પાસે દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ હોત. કાશ તમે માનસિક રીતે પણ એટલા જ મજબૂત હોત જેટલું તમારું શરીર છે.” વિભૂતિ ઠાકુરની પોસ્ટથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નિતિન ચૌહાને આત્મહત્યા કરી છે, જોકે તેમના મૃત્યુના કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નિતિન ચૌહાન રિયાલિટી શો દાદાગીરી 2ના વિજેતા બનીને પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ તેમણે દૂરદર્શનના ટીવી શો જિંદગી ડોટ કોમથી અભિનયની શરૂઆત કરી હતી. પછી તેઓ 2012માં એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન 5નો ભાગ બન્યા, જેમાં તેઓ અલી ગોની અને પારસ છાબડા સાથે જોડાયા હતા. અલી ગોનીને પાછળ રાખીને નિતિન શોના રનર-અપ રહ્યા હતા, જ્યારે વિજેતા પારસ છાબડા હતા.
સ્પ્લિટ્સવિલા-5થી નિતિન ચૌહાનને ઘણી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેઓ ક્રાઈમ પેટ્રોલ, ગુમરાહ, ફ્રેન્ડ્સ કન્ડીશન એપ્લાય, સાવધાન ઈન્ડિયા જેવા ટીવી શોનો ભાગ રહી ચૂક્યા હતા. તેઓ છેલ્લે ટીવી શો તેરા યાર હૂં મૈંમાં જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ નિતિન ચૌહાન જલ્દી જ તેમનો 36મો જન્મદિવસ ઉજવવાના હતા. જોકે, તેના માત્ર એક અઠવાડિયા પહેલા જ તેમનું નિધન થયું.
વિભૂતિ ઠાકુરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે. તમને જણાવી દઈએ કે નીતિન ચૌહાણે રિયાલિટી શો ‘દાદાગીરી 2’ જીતીને લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું. નીતિન ચૌહાણ યુપીના અલીગઢ જિલ્લાનો રહેવાસી હતો. તેણે MTVની ‘Splitsvilla સિઝન 5’ પણ જીતી હતી. આ સિવાય નીતિન ક્રાઈમ પેટ્રોલ અને ફ્રેન્ડ્સ જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યો હતો.
નીતિન ચૌહાણને ક્રાઈમ પેટ્રોલ તરફથી ખાસ ઓળખ મળી હતી. આ સિવાય નીતિન ‘ઝિંદગી.કોમ’માં પણ જોવા મળ્યો હતો. નીતિનના છેલ્લા ટીવી શોની વાત કરીએ તો તે વર્ષ 2022માં ટીવી શો ‘તેરા યાર હું મેં’માં પણ તેણે કામ કર્યું હતું. જો નિતિનના મૃત્યુના કારણ વિશે વાત કરીએ તો આ એક્ટરનું નિધન ક્યા કારણે થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે આત્મહત્યા કરી છે. પોલીસ આ મામલાને દરેક પાસાઓથી જોઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.