મનોરંજન

ઈન્ટરનેશલ કોલ સેન્ટરથી લઈને બ્યુટી પાર્લર સુધી, જાણો તમારા ગમતા ટીવી સ્ટાર્સનો શું છે સાઈડ બિઝનેસ

મુંબઈ એટલે માયાનગરી, અને મયાનગરીમાં કઈ વસવું એટલું સહેલું નથી, લખો લોકો પોતાના સપના લઈને મુંબઈ જાય છે, અને ત્યાં એક સાથે ઘણા કામો કરતા હોય છે. બોલીવુડથી લઈને ટીવી સિતારો પણ ફિલ્મો અને ધરાવહિકમાં કામ કરવાની સાથે બીજા સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે આજે અમે તમને ગમતા તમારા ટીવીના સ્ટાર્સના સાઈડ બિઝનેસ વિષે જણાવીશું, જે એક્ટિંગ ઉપરાંત પણ આ બિઝનેસમાંથી મોટી આવક મેળવે છે.

Image Source

1. કરણ કુન્દ્રા:
અભિનેતા કરણ કુન્દ્રા ટીવી જગતનો ખ્યાતનામ અભિનેતા છે. કરણ કુન્દ્રા પણ વ્યવસાય સાથે જોડાયેલો છે, તે જલંધરની અંદર એક કોલ સેન્ટર ચલાવે છે. આ સાથે તે પોતાના પિતાના ઇન્ફ્રાસ્ટક્ચરના વ્યસાયમાં પણ જોડાયેલો છે. તે શોપિંગ મોલ, ઓફિસ અને બીજી ઇમારતો બનાવવાનું કામ કરે છે.

Image Source

2. આશ્કા ગરોળીયા:
“લાગી તુજસે લગન”, “મહારાણા પ્રતાપ” અને “બાલવીર” જેવા શોમાં જોવા મળેલી આશ્કા ગોરાડિયા પણ મુંબઈમાં કે આઉટલેટ ISAYICEની માલકીન છે. તે “Renee by Aashka” નામથી એક આઈલેશ કંપની પણ ચલાવે છે. આશ્કા આ ઉપરાંત યોગની તાલીમ પણ આપે છે.

Image Source

3. અર્જુન બિજલાની:
“નાગીન” અને “મિલે જબ હમ તુમ” જેવી ધારાવાહિકમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનારો અભિનેતા અર્જુન બિજલાની અભિનય સાથે બિઝનેસ પણ કરે છે. મુંબઈમાં તેની એક વાઈન શોપ છે.

Image Source

4. સંજીદા શેખ:
અભિનેત્રી સંજીદા શેખ પણ મુંબઈમાં એક પાર્લર ચલાવે છે. તેનું નામ “સંજીદા’જ પાર્લર” છે.  સંજીદાની માતાનું તે સપનું હતું અને સંજીદાએ તે પૂરું પણ કર્યું.

Image Source

5. શબ્બીર અહલુવાલિયા:
“કુમ કમ ભાગ્ય વિધાતા”નો અભિનેતા શબ્બીર અહલુવાલિયા અભિનય તો કરે જ છે સાથે તેનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ “ફ્લાઈંગ ટર્ટલ” છે. જેમાં તે કો-ફાઉન્ડર છે. તેના પ્રોડક્શન હાઉસમાં “ગંગા કી ધીજ” અને “સાવિત્રી” જેવા ટીવી શો બન્યા છે.