મુંબઈ એટલે માયાનગરી અને તેને સપનાંનું નગર પણ કહેવામાં આવે છે, ઘણા લોકો પોતાના સપના લઈને મુંબઈમાં જાય છે, ઘણાના પુરા થાય છે અને ઘણાના અધૂરા, આપણે બોલીવુડના ઘણા અભિનેતાઓ વિષે જાણીએ છીએ કે તે ફિલ્મો સિવાય પણ બીજા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ આજે અમે તમને ટીવી જગતના કેટલાક કલાકારો વિશે જણાવીશું જે ટીવીના પડદા ઉપર તો પોતાના અભિનયનો જાદુ બતાવે છે, પણ સાથે કમાણી માટે બીજા પણ વ્યવસાય કરે છે.

1. અર્જુન બિજલાની:
“નાગીન” અને “મિલે જબ હમ તુમ” જેવી ધારાવાહિકમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનારો અભિનેતા અર્જુન બિજલાની અભિનય સાથે બિઝનેસ પણ કરે છે. મુંબઈમાં તેની એક વાઈન શોપ છે.

2. શબ્બીર અહલુવાલિયા:
“કમ કમ ભાગ્ય વિધાતા”નો અભિનેતા શબ્બીર અહલુવાલિયા અભિનય તો કરે જ છે સાથે તેનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ “ફ્લાઈંગ ટર્ટલ” છે. જેમાં તે કો-ફાઉન્ડર છે. તેના પ્રોડક્શન હાઉસમાં “ગંગા કી ધીજ” અને “સાવિત્રી” જેવા ટીવી શો બન્યા છે.

3. આશ્કા ગોરાડિયા:
“લાગી તુજસે લગન”, “મહારાણા પ્રતાપ” અને “બાલવીર” જેવા શોમાં જોવા મળેલી આશ્કા ગોરાડિયા પણ મુંબઈમાં કે આઉટલેટ ISAYICEની માલકીન છે. તે “Renee by Aashka” નામથી એક આઈલેશ કંપની પણ ચલાવે છે. આશ્કા આ ઉપરાંત યોગની તાલીમ પણ આપે છે.

4. સંજીદા શેખ:
અભિનેત્રી સંજીદા શેખ પણ મુંબઈમાં એક પાર્લર ચલાવે છે. તેનું નામ “જીદા’જ પાર્લર” છે. સંજીદાની માતાનું તે સપનું હતું અને સંજીદાએ તે પૂરું પણ કર્યું.

5. રોનિત રોય:
અભિનેતા રોનિત રોયને આપણે ઘણી ફિલ્મો અને ધારાવાહિકમાં જોયો છે. રોનિતની એક પોતાની જ સિક્યોરિટી કંપની છે જેનું નામ “એસ સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન”. ઇન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સ તેની સિક્યોરિટીની જ સર્વિસ લે છે.

6. રક્ષાંદા ખાન:
ટીવી જગતમાંમાં નેગેટિવ રોલ દ્વારા પ્રખ્યાત થનારી અભિનેત્રી રક્ષાંદા ખાન પણ એક કંપનીની મલિક છે. તેની કંપનીનું નામ “સેલેબ્રીટી લોકર” છે. જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે.

7. મોહિત મલિક:
“કુલ્ફી કુમાર”માં જોવા મળતો અભિનેતા મોહિત મલિક પણ મુંબઈમાં બે કેફેનો માલિક છે. જેના નામ “હેન્ડસમ કેફે” અને “1બીએચકે” છે. તેનો આ બિઝનેસ તે પોતાની પત્ની સિમ્પલ કૌર સાથે મળીને ચલાવે છે.

8. કરણ કુન્દ્રા:
અભિનેતા કરણ કુન્દ્રા પણ વ્યવસાય સાથે જોડાયેલો છે, તે જલંધરની અંદર એક કોલ સેન્ટર ચલાવે છે. આ સાથે તે પોતાના પિતાના ઇન્ફ્રાસ્ટક્ચરના વ્યસાયમાં પણ જોડાયેલો છે.

9. હિતેન તેજવાની:
“ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી” ધારાવાહિકના અભિનેતા હિતેન તેજવણીનું પણ એક રેસ્ટોરન્ટ મુંબઈમાં આવેલું છે જેનું નામ “બારકોડ 053” છે.

10. ગૌતમ ગુલાટી:
બિગબોસમાં વિજેતા રહી ચુકેલો અભિનેતા ગૌતમ ગુલાટી એક નાઈટ કલબનો માલિક છે. તેનો આ નાઈટ ક્લબ દિલ્હીમાં આવેલો છે જેનું નામ “RSVP” છે.

11. આમિર અલી:
ટીવી જગતમાં કામ કરી ચુકેલો અભિનેતા આમિર અલી આજે પાંદડાથી ઘણો જ દૂર છે પરંતુ તેનું પણ “બસંતી” નામનું એક રેસ્ટોરન્ટ મુંબઈમાં આવેલું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.