થોડા સમય પહેલા જ રિલાયન્સ જિઓ દ્વારા તેના IUCના નવા દર લાગુ કરતા લોકોમાં મોટો હોબાળો જોવા મળ્યો હતો. આજ સુધી ફ્રી કોલિંગની સેવા આપતી કંપની જિઓ દ્વારા નવું IUC પેક લાગુ કરતા ઘણા યુઝર્સ બીજી કંપની તરફ પણ જોડાવવા લાગ્યા હતા. પરંતુ હાલમાં જ તમામ કંપનીઓએ પોતાના પ્રીપેડ પ્લાનમાં ધરખમ વધારો કરતા સામાન્ય માણસના ખિસ્સાનો ભાર વધારી દીધો છે.

રવિવારે થયેલી એક જાહેરાતમાં એરટેલ, આઈડિયા-વોડાફોન અને જિઓ દ્વારા પ્રીપેડ પ્લાનમાં ધરખમ વધારો કરી દેવા આવ્યો છે. તમામ કંપનીઓના પ્લાન 42% સુધી વધવા જઈ રહ્યા છે. એરટેલ અને વોડાફોન આઈડિયાએ તો ગઈકાલથી જ પોતાના નવા પ્લાન લાગુ કરી દીધા છે જયારે જિઓ દ્વારા બે દિવસ બાદ એટલે કે 6 ડિસેમ્બરથી પોતાના નવા પ્લાન લાગુ કરવામાં આવશે.

મોબાઈલ કંપનીઓએ જ્યારથી પોતાના ટેરિફ પ્લાન વધાર્યા છે ત્યારથી તેમના શેરમાં પણ ખાસો ઉછાળ આવ્યો છે પરંતુ તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સામાં પડી રહી છે. ઘણા સમયથી ફ્રી કોલિંગની સેવા આપતી તમામ કંપનીઓ પણ પોતાની ફ્રી કોલિંગની સેવા પણ બંધ કરવા જઈ રહી છે. ત્યારે ફ્રી કોલિંગની સેવા એક ઇતિહાસ બની જશે. જિઓ દ્વારા તો થોડા સમય પહેલા જ પ્રતીકોલ 6 પૈસા ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે ત્યારે બીજી કંપનીઓ પણ પોતાના પ્લાનમાં અને કોલિંગ રેટમાં તોતીંગો ભાવ વધારો કરવા જઈ રહી છે.

મોબાઈલ ઓપરેટર્સ કંપનીઓ 42 ટકા સુધી પોતાના ટેરિફ મોંઘા કરવાની જાહેરાત રવિવારે જ કરી હતી. એરટેલ દ્વારા ક્હેવામાં આવ્યું છે કે હવે તેના ટેરિફ રોજના હિસાબથી 50 પૈસાથી લઈને 2.85 રૂપિયા સુધી મોંઘા થઇ જશે. વોડાફોન આઈડિયા 42 ટકા સુધી ભાવ વધારશે જયારે જિઓ દ્વારા 40 ટકા સુધી ભાવ વધારવામાં આવશે.

અત્યાર સુધી વોડાફોન આઈડિયા અને એરટેલ માટે 28 દિવસની વેલિડિટી વાળો જે પ્લાન 35 રૂપિયાના રિચાર્જમાં ઉપલબ્ધ હતો તે હવે 49 રૂપિયાના રિચાર્જ દ્વારા થઇ શકશે તેમજ 65 રૂપિયાનો પ્લાન હવે 79 રૂપિયામાં થઇ શકશે.

તમામ ટેલિકોમ કંપની દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દેશના 100 કરોડ ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર થવા જઈ રહી છે. હવેથી બીજા નેટવર્ક ઉપર કોલ કરવા માટે પણ વધુ ચાર્જ ચૂકવવો પડશે જયારે વધુ ઇન્ટરનેટનો વપરાશ કરતા લોકોના ખિસ્સા ઉપર ભારે અસર થવાની છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.