અજબગજબ

10 વર્ષ પહેલા પત્ની અને દીકરીની યાદમાં શરુ કર્યું લોકોને મફત જમાડવાનું, આજે પણ હજારો લોકોને મફત જમાડે છે આ વ્યક્તિ

મોટાભાગે આપણે જોયું હશે કે આપણા કોઈ સ્વજન કે પરિવારજન જો દુનિયાને છોડીને ચાલ્યું જાય ત્યારે તેમની યાદમાં દાન-દક્ષિણા અને જમણવારનું આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ તેલંગાણાનો એક વ્યક્તિ પોતાની પત્ની અને દીકરીની યાદમાં છેલ્લા 10 વર્ષથી લોકોને મફતમાં જમાડવાનું ઉમદા કામ કરી રહ્યો છે.અને આજે પણ તે હજારો લોકોને મફતમાં જમાડે છે.

Image Source (twitter ANI)

તેલંગાંણામાં રહેતા આ વ્યક્તિનું નામ છે આસિફ. જે કોઈપણ જાતના નાત-જાત, ધર્મની ચિંતા કર્યા વગર છેલ્લા 10 વર્ષથી ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે ભગવાન બનીને આવ્યો છે અને લોકોને મફત જમાડે છે.

Image Source (twitter ANI)

આસિફનું માનવું છે કે: “ભૂખનો કોઈ ધર્મ નથી હોતો.” આસિફે પોતાની પત્ની અને દીકરીની યાદમાં છેલ્લા 10 વર્ષ પહેલા નિયમિત રૂપે ગરીબોને જમાડવાનું કામ શરૂ કર્યું હતું. અને હવે સોશિયલ મીડિયામાં તેના આ કામની ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે.

Image Source (twitter ANI)

ANI ન્યુઝ સાથે વાત કરતા આસિફે જણાવ્યું હતું કે: “મેં આ સંસ્થા 10 વર્ષ પહેલા મારી દીકરી અને પત્નીની યાદમાં શરૂ કરી હતી. ત્યારથી અમે હજારો લોકોને મફતમાં જમવાનું જમાડી ચુક્યા છે. સમયની સાથે લોકોની સંખ્યામાં પણ વધારો થી રહ્યો છે.”

Image Source (twitter ANI)

આસિફ તેલંગાણાના હૈદરાબાદથી સંબંધ ધરાવે છે. તેની સંસ્થાએ લોકડાઉન દરમિયાન જ્યુબલી હિલ્સ ક્ષેત્રમાં સતત ત્રણ મહિના સુધી રોજ 10000 લોકોને મફતમાં ખાવાનું ખવડાવ્યું હતું.