ટીવીની બ્યુટીફૂલ અભિનેત્રીએ આ ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 29મો જન્મદિવસ, જુઓ સેલિબ્રેશનની તસવીરો

મોડી રાત્રે અભિનેત્રીએ પહેરી ન હતી આ વસ્તુ, બોયફ્રેન્ડ સાથે થઇ કોઝી, વીડિયો બનાવવા લાગ્યા લોકો તો અભિનેતાએ આપ્યુ આવું રિએક્શન

“બિગબોસ 15″ની વિનર અને “નાગિન 6″ની લીડ અભિનેત્રી તેજસ્વી પ્રકાશે આજે તેનો 29મો જન્મદિવસ મનાવી રહી છે. મજેદાર વાત એ છે કે તેજસ્વીએ આ વખતે તેનો જન્મદિવસ પરિવાર સાથે નહિ પરંતુ બોયફ્રેન્ડ કરણ કુંદ્રા અને પેપરાજી સાથે સેલિબ્રેટ કર્યો હતો. તે આ દિવસોમાં કરણ સાથે ગોવામાં રોમેન્ટિક બર્થડે ડેટ પર છે. તેજસ્વીએ પોતાનો જન્મદિવસ ગોવામાં પેપરાજી સાથે ઉજવ્યો હતો. કરણ અને તેજાની આ દરમિયાનની તસવીરો સામે આવી છે જેમાં તેજા પોતાનો જન્મદિવસ મીડિયા સાથે સેલિબ્રેટ કરતી જોવા મળે છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેજસ્વી નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.અભિનેત્રીની સામે કેક પણ તસવીરોમાં જોઇ શકાય છે. જેને તેજસ્વી પ્રેમથી કાપી તેના બોયફ્રેન્ડને ખવડાવી રહી છે. અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ આ ખાસ રીતે ઉજવવા બદલ પેપરાજીનો આભાર પણ માન્યો હતો. કરણ અને તેજસ્વીની વાત કરીએ તો થોડા સમય પહેલા જ બિગબોસના ઘરમાંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ છે. હવે ચાહકો આ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર તેજસ્વી અને કરણનો એક વીડિયો પણ સામે આવ્યો છે.વિડિયોમાં કરણ અને તેજસ્વી ખૂબ જ ક્યૂટ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેજસ્વી બાળકની જેમ કરણના ખોળામાં ચોંટેલી જોવા મળી રહી છે જ્યારે કરણ પણ તેને લાડ કરતો જોવા મળી રહ્યો છે.તેજા પોતાને ગંદી થવાથી બચાવવા માટે બોયફ્રેન્ડ પર ચડી ગઈ છે. આ દરમિયાન જ્યારે પેપરાજી અને લોકોએ કરણ અને તેજસ્વીની આ સુંદર પળને કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કરણ પણ ફની રિએક્શન આપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને પોતાની ટીમના એક સભ્ય પાસેથી ચપ્પલ માગતા જોવા મળ્યા હતા. તેજસ્વીની વાત કરીએ તો, તેનો જન્મ 10 જૂન 1998ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થયો હતો.

તેજસ્વીનું પૂરું નામ તેજસ્વી પ્રકાશ વાયંગણકર છે. તે એક સંગીત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેજસ્વીના પિતા પ્રકાશ વાયંગણકર એક મહાન ગાયક છે જે દુબઈમાં કામ કરે છે. તેજસ્વીનો જન્મ ભલે જેદ્દાહમાં થયો હોય, પરંતુ તેનો ઉછેર મરાઠી ભાષી પરિવારમાં થયો હતો. કદાચ તેથી જ તેઓ શાસ્ત્રીય સંગીતના શોખીન છે અને તેમણે લગભગ ચાર વર્ષ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી હતી. તેજસ્વી એક મહાન નૃત્યાંગના પણ છે જે શાસ્ત્રીય સંગીતની શોખીન છે. તેને ડાન્સમાં ખૂબ જ રસ છે. તેજસ્વી પ્રકાશ ટીવીની દુનિયાની સૌથી શિક્ષિત અભિનેત્રીઓમાંની એક છે.

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન તેણે ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. રસપ્રદ વાત એ છે કે, અભિનેત્રી બનતા પહેલા તેજસ્વી પ્રકાશ એન્જિનિયર હતી. જો કે, એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે, અખબારોમાં તેની તસવીરો આવતાની સાથે જ તેનું જીવન બદલાઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘મુંબઈ ફ્રેશ ફેસ’ સ્પર્ધા જીત્યા પછી, એક પ્રોડક્શન હાઉસે તેનો ટીવી શો માટે તેનો સંપર્ક કર્યો. આ પછી તેજસ્વી પ્રકાશે એન્જિનિયરિંગનો વ્યવસાય છોડીને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.તેજસ્વીએ વર્ષ 2012માં લાઈફ ઓકેની સીરિયલ ‘2612’થી ટીવી કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તે ‘સંસ્કાર-ધરોહર અપનો કી’, ‘પહેરેદાર પિયા કી’ અને ‘રિશ્તા લિખેંગે હમ નયા’ જેવી સુપરહિટ સિરિયલોમાં જોવા મળી હતી. જો કે તેને તેની અસલી ઓળખ 2015માં સિરિયલ ‘સ્વરાગિની-જોડે રિશ્તો કે સૂર’થી મળી હતી. આમાં તેણે રાગિનીની ભૂમિકા ભજવી હતી. તે ટીવીના ફિયર ફેક્ટર ‘ખતરો કે ખિલાડી સીઝન-10’માં જોવા મળી હતી. આ પછી તે ‘બિગબોસ 15’ની વિનર બની અને બધાના દિલો દિમાગમાં છવાઈ ગઈ. તેજસ્વી પ્રકાશ અનેક મ્યુઝિક આલ્બમ્સમાં પણ જોવા મળી છે. આ દિવસોમાં તેજસ્વી એકતા કપૂરના ફેમસ ટીવી શો ‘નાગિન 6’ના કારણે દર્શકો વચ્ચે છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ સિવાય તેજસ્વી કરણ કુન્દ્રા સાથેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે તેજસ્વી ટીવી પછી હવે ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવતી જોવા મળી શકે છે. અહેવાલ છે કે અભિનેત્રી આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો તેણે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માટે ઓડિશન પણ આપ્યું છે. જો બધું બરાબર રહ્યું તો અભિનેત્રી ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

Shah Jina