આજકાલ દુનિયાભરમાં વોટ્સઅપ એકાઉન્ટની જાસૂસીની ચર્ચા છે. દેશમાં ઘણા એવા મામલા સામે આવ્યા છે જેમાં લોકોએ વોટ્સઅપ એકાઉન્ટની જાસૂસીનો દાવો કર્યો છે. જાસૂસી અને હેકિંગ બન્ને અલગ -અલગ ચીજ છે. દેશના સેલિબ્રિટીઓ હૅકીંગ અને ટ્રોલિંગનો શિકાર બને છે. આ પહેલા આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે સેલિબ્રિટીઓના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ હેક થયા છે પરંતુ હાલમાં જ વોટસઅપ એકાઉન્ટ હેક થયું છે.
ટીવી સિરિયલ ‘પહેરેદાર પિયા કી’ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનું વોટ્સઅપ એકાઉન્ટ હેક થઇ ગયું છે. તેજસ્વીના વોટ્સઅપથી અશ્લીલ વિડીયો શેર કર્યો છે, તેજસ્વી સિવાય અસીમ ગુલાટીનું પણ વોટ્સઅપ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.
તેજસ્વી પ્રકાશે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘એક શખ્સે મારો ફોન હેક કરી લીધો હતો, તે મારા ફોનમાંથી સેવ કોન્ટેક્ટ્સથી ચેટ કરી રહ્યો હતો. તે બહુજ સારી રીતે વાત કરી રહ્યો હતો. તે લિંક મોકલીને કોડ માંગી રહ્યો હતો.
તેજસ્વીએ વધુમાં કહ્યું હતું કે, મારા દોસ્ત જયારે તે શખ્સને કોડ મોકલતા હતા ત્યારે તે શખ્સ વિડીયો કોલિંગ કરતો હતો. જો તે કોલ રિસીવ કરી લે તો તેની સામે એક અશ્લીલ વિડીયો આવી જતો હતો.
View this post on Instagram
તેજસ્વીએ વધુમાં જણાવ્યું હતું કે, તે કલર્સ માટે એક સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી રહી હતી. અચાનકથી મને વિડીયો કોલ આવ્યો અને મેં રિસીવ કર્યો ત્યારે એક અશ્લીલ વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયો જોઈને હું ચોંકી ગઈ હતી. મારી આસપાસ ઘણા લોકો હતા.
ક્યાં-ક્યાં મિત્રોને અશ્લીલ વિડીયો કોલ આવ્યા હતા એ બાબતી તેજસ્વીને પૂછતાં જણાવ્યું હતું કે, મને કરિશ્મા તન્ના તાન્યા શર્મા સહીત ઘણી એક્ટ્રેસોએ આ બાબતે ફરિયાદ કરી હતી. તે પણ આ મામલે બહુ જ હેરાન છે. મને એ વાતનો ડર લાગે છે કે, આ ઘટના બાદ લોકો મારા વિષે શું વિચારશે જે મને સારી રીતે ઓળખતા પણ નથી. તેજસ્વી આ બાબતે જલ્દી જ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.