મનોરંજન

ટીવીની સૌથી ક્યૂટ અભિનેત્રીએ પહેર્યો ખૂબ જ હોટ ડીપનેક ગ્રીન ડ્રેસ, વધુ તસવીરો જોઈને મજા આવી જશે- જુઓ ફોટા

બિગબોસ વિનર અને નાગિન 6 ફેમ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ અવાર નવાર ચર્ચામાં છવાયેલી રહે છે. તે તેના ફેશનેબલ લુક્સને કારણે હેડલાઇન્સ પણ મેળવતી હોય છે. તેના બધા લુક ઘણા ક્લાસી અને એલિગન્ટ હોય છે. તેજસ્વી પ્રકાશનો ચહેરો જેટલો સાદગીથી ભરેલો દેખાય છે,

તેટલી જ જબરદસ્ત હસીનાની સ્ટાઈલ છે અને તેણે આ વાત એક વાર નહીં પણ ઘણી વખત સાબિત કરી છે. તેજસ્વી પ્રકાશ હાલમાં તેના નવા લુકને લઇને ચર્ચામાં આવી છે. તે તેની મિત્ર રોહિણી અય્યર સાથે ડિનર માટે પહોંચી હતી અને આ દરમિયાન પેપરાજીએ તેને જેવી સ્પોટ કરી કે તેઓ તરત જ કેમેરામાં તેની ઝલક ક્લિક કરવા લાગ્યા.

આ દરમિયાન તેજસ્વીએ ચમકદાર ગ્રીન શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેની વચ્ચે સ્લિટ હતી અને આ લુકમાં તે એકદમ બોલ્ડ લાગી રહી હતી. તેના લુકની ખાસિયત હતી પફ્ડ ફુલ સ્લીવ્ઝ. આને કારણે તેનો લુક એકદમ આકર્ષક લાગી રહ્યો હતો. તેજસ્વીએ એકદમ લાઇટ મેકઅપ સાથે લુક કેરી કર્યો.

આ સાથે તેણે તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા અને બ્લૂ સ્લિંગ બેગ અને પેન્સિલ હાઈ હીલ્સ કેરી કરી હતી. જો કે, આ લુકમાં તે ઘણી અસહજ દેખાઈ રહી હતી. જયારે તે પેપરાજીને ફોટો માટે પોઝ આપી રહી હતી ત્યારે તેના માટે સીડીઓ ઉતરવી મુશ્કેલ બની ગઈ. પણ તેની ફેશનની ઘણી પ્રશંશા થઇ રહી છે.

જે છોકરીઓ ફેશનને પસંદ કરે છે તેઓ તેને અનુસરી શકે છે. તેજસ્વીના શોર્ટ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો તમે ઈચ્છો છો કે તમારી હાઇટ સારી એવી દેખાય અને તમે પાર્ટી કે મિત્રો સાથે ડિનર પર જાવ તો સેંટર ઓફ અટ્રેક્શન રહો તો તમે તેજસ્વીનો આ લુક અનુસરી શકો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)