ખૂબ જ હોટ અવતારમાં ટીવીની નાગિને કરોડોની ગાડી સાથે રેડ કાર્પેટ પર કરી એન્ટ્રી, રણવીર સિંહ સાથેની તસવીર થઇ વાયરલ

જ્યારથી ‘બિગ બોસ 15’ની વિજેતા તેજસ્વી પ્રકાશ બની છે ત્યારથી તેણે દરેક જગ્યાએ દબદબો જમાવી લીધો છે. આ શો જીતતતા જ તેની એકતા કપૂરે ટીવી શો ‘નાગિન 6’ માટે પસંદગી કરી હતી. એવું લાગે છે કે નસીબ તેજસ્વી પર હાલ મહેરબાન છે, કારણ કે ‘નાગિન 6’ તેજસ્વીની એન્ટ્રી સાથે હિટ થઈ ગઈ છે.

હવે જો કોઈને આટલી બધી ખુશીઓ એકસાથે મળવા લાગે તો તે ખુશ કેમ ન થાય અને તે જ રીતે તેજસ્વીએ પોતાની ખુશી વ્યક્ત કરતા પોતાના માટે નવી Audi Q7 ખરીદી. જ્યારે તેજસ્વી ઓડી લેવા માટે શોરૂમ પર પહોંચી તો તે સમયે તેની સાથે તેનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ હાજર હતો.

કરણ કુન્દ્રા પણ તેજસ્વીની સાથે ઓડી ખરીદવા ગયો હતો અને એટલું જ નહીં તેણે એક-એક ક્ષણને કેમેરામાં કેદ પણ કરી હતી. હવે સોશિયલ મીડિયા પર તેજસ્વી અને કરણની આ તસવીરોનો દબદબો છે અને ફેન્સ પણ તેજસ્વીને અભિનંદન આપી રહ્યા છે. તેજસ્વી અને કરણ આ દરમિયાન નવી કાર સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. નવી ઓડી ખરીદ્યા પછી, તેજસ્વીએ શો રૂમમાં પૂજા પણ કરી અને નારિયેળ પણ ફોડ્યુ. તસવીરોમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.

તેજસ્વી પ્રકાશ ગુડી પડવાના દિવસે નવી કાર ખરીદવા માંગતી હતી પરંતુ 3 દિવસ પછી વ્યસ્ત હોવાને કારણે તે નવી કાર ઘરે લાવવા માટે શોરૂમ પહોંચી હતી. કાર ઘરે લઈ જતા પહેલા તેજસ્વી પ્રકાશે રીતિ-રિવાજ મુજબ પૂજા પણ કરી હતી. આ માટે તેમણે પંડિતજીને પણ બોલાવ્યા હતા. તેજસ્વીએ કારની પૂજા કર્યા પછી જ કાર લીધી અને પછી કારની આગળ નારિયેળ ફોડ્યું.

તેજસ્વી પ્રકાશે જે નવી કાર ખરીદી છે તેની કિંમત લગભગ 90 લાખથી 1 કરોડ છે. બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ આ કારના દિવાના છે અને તેમણે તેને પોતાની લક્ઝરી કાર કલેક્શનમાં સામેલ કરી છે. ત્યાં, તેજસ્વી પ્રકાશ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયા છે. બિગ બોસમાં આવતા પહેલા તેજસ્વીનું કરિયર કંઈ ખાસ ચાલી રહ્યુ ન હતુ, પરંતુ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશને બિગ બોસમાં આવતાની સાથે જ લોટરી લાગી ગઈ.

જ્યારે તેજસ્વી નાગીનની લીડ એક્ટ્રેસ છે, તો કરણ કુન્દ્રા પાસે પણ પ્રોજેક્ટની કોઈ કમી નથી. જ્યાં તે લોકઅપમાં જેલરના રૂપમાં જોવા મળે છે, તો ટૂંક સમયમાં તે અન્ય રિયાલિટી શોને પણ હોસ્ટ કરવા જઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર તેજસ્વીનો તેની કાર સાથેનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેજસ્વી નવી કારની સામે નારિયેળ ફોડતી જોવા મળે છે.

વીડિયો સિવાય તેજસ્વીની કાર સાથેના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે.ફોટામાં, તેજસ્વી કારની પૂજા કરતી જોવા મળે છે અને કરણ કુન્દ્રા એક ગૌરવપૂર્ણ બોયફ્રેન્ડની જેમ તેની લેડી લવને કેમેરામાં કેદ કરી રહ્યો છે. નવી લક્ઝરી કાર ખરીદીને તેજસ્વી પ્રકાશ ખૂબ જ ખુશ છે.

બિગ બોસ 15 ટ્રોફી જીત્યા બાદ તેજસ્વી પ્રકાશ તેની કારકિર્દીમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. તેજસ્વી ઘણા મ્યુઝિક વીડિયો પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વી અને કરણ એકબીજાને ખૂબ પસંદ કરે છે અને તેમના ફેન્સ ઈચ્છે છે કે બંને જલ્દીથી એક થઈ જાય.

 

View this post on Instagram

 

A post shared by @khaopeeyo2

‘બિગબોસ 15’ની વિજેતા અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે એકતા કપૂરની સીરિયલ ‘નાગિન 6’માં જોવા મળી રહી છે. શૂટિંગ પછી, તે ઘણીવાર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે જોવા મળે છે. ચાહકો આ કપલને ખૂબ પ્રેમ કરે છે અને પ્રેમથી તેમને Tejran કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Admirers (@tejasswiholics_)

હવે તેજસ્વી પ્રકાશ નવી મોંઘી લક્ઝરી કાર ખરીદવાને કારણે ચર્ચામાં છે. આ ઓડીની કિંમત 90 લાખથી 1 કરોડ જણાવવામાં આવી રહી છે. ચાહકો એ જોઈને ખૂબ જ ખુશ છે કે જ્યારે તેજસ્વી કાર ખરીદવા માટે શોરૂમ પર પહોંચી ત્યારે કરણ તેની સાથે હાજર હતો. બંનેએ સાથે મળીને પૂજા કરી હતી, તેજસ્વીએ કારની આગળ નારિયેળ પણ વધેર્યુ હતુ. આ દરમિયાનનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. જેમાં જોઇ શકાતુ હતુ કે તેજસ્વી નારિયેળ વધેરવા જાય છે

 

View this post on Instagram

 

A post shared by TEJASSWI_FANGIRL (@teja_ke_troop)

પરંતુ એકવારમાં તેનાથી તે થતુ નથી અને બીજીવાર નારિયેળ આગળ જતુ રહે છે. જે બાદ તેજસ્વી ફરીથી નારિયેળ વધેરે છે અને કાર પર તેનુ પાણી છાંટે છે. તેજસ્વીએ કાર ખરીદ્યા પછી તરત જ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેણે હાઈ હીલ્સ પહેરી હતી અને તે પોતાની નવી કાર ચલાવીને જાતે જ ઇવેન્ટમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

એક્ટ્રેસની આ સ્ટાઈલ ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ ઈવેન્ટમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેજસ્વી પ્રકાશની આ લેટેસ્ટ તસવીરો ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ તસવીરો જોઈને તમે પણ તેજસ્વી પ્રકાશના ફેન થઈ જશો. રેડ કાર્પેટ પર તેજસ્વી પ્રકાશે જોરદાર રીતે સૌંદર્યનો જલવો વિખેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

તસવીરમાં તેજસ્વી પ્રકાશ બોલિવૂડ અભિનેત્રીઓને પણ માત આપી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. તેજસ્વી પ્રકાશ ફરી એકવાર બ્રા પહેર્યા વિના ઈવેન્ટમાં પહોંચી હતી. તેજસ્વી પ્રકાશના આ બ્લેક અવતારે તો ચાહકોનો પરસેવો છોડાવી દીધો હતો. પ્રશંસકો તેજસ્વી પ્રકાશને પૂછે છે કે તે શા માટે વારંવાર બ્રા પહેરવાનું ભૂલી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

આ ઈવેન્ટમાં તેજસ્વી પ્રકાશ રણવીર સિંહ સાથે બેઠેલી જોવા મળી હતી. તસવીરો જોઈને ચાહકોને લાગે છે કે રણવીર સિંહને મળવાની ઉતાવળમાં તેજસ્વી પ્રકાશ બ્રા પહેરવાનું ભૂલી ગઈ હતી. આ સમારોહમાં તેજસ્વી પ્રકાશે એવોર્ડ પણ જીત્યો હતો. એવોર્ડ જીત્યા બાદ તેજસ્વી વિનિંગ સ્પીચ પણ આપતી જોવા મળી હતી. કેમેરાની સામે પોઝ આપતી વખતે, તેજસ્વી પ્રકાશ તેના ચાહકોને ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી હતી. તસવીરમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કાર ખરીદ્યા બાદ તેજસ્વી પ્રકાશે ખુલાસો કર્યો હતો કે તે ઈચ્છે છે કે કરણ કુન્દ્રા તેની કાર ચલાવે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ઇવેન્ટમાં હાજરી આપવા માટે તેજસ્વીએ બ્લેક સિક્વિન ડ્રેસ પહેર્યો હતો, જે ડીપ નેકલાઇનમાં હતો. તેનો આ અવતાર જોઈને લોકોની આંખો થંભી ગઈ હતી. આ લુકમાં તેજસ્વી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે તેજસ્વી અને કરણ ‘બિગબોસ 15’માં મળ્યા હતા. બંને જલ્દી જ એકબીજાની નજીક આવ્યા અને પ્રેમમાં પડ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જ્યારે તેજસ્વી શોની વિજેતા બની હતી, તો કરણ ટોપ 2માં સ્થાન મેળવી શક્યો ન હતો. થોડા દિવસો પહેલા જ્યારે બંનેના પરિવારજનો એકબીજાને મળ્યા ત્યારે તેમના ‘રોકા’ના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા.

Shah Jina