ફોટોશૂટ માટે ટીવીની ક્યૂટ અભિનેત્રીએ ઉતાર્યું જેકેટ, દરેક હદ પાર કરીને પહેલી વાર દેખાડ્યો આટલો બોલ્ડ અવતાર

ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ‘બિગ બોસ 15’ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી’ની 10મી સીઝનમાં પણ તેજસ્વીએ પોતાના ખતરનાક સ્ટંટથી લોકોનું દિલ જીતી લીધું હતું. બિગબોસની વાત કરીએ તો તેણે ટ્રોફી તેમજ 40 લાખની ઈનામી રકમ જીતી હતી. એટલું જ નહીં, તેજસ્વી બોસ લેડી બનતા જ ટીવીની નવી ‘નાગિન’ પણ બની ગઈ. ‘બિગ બોસ’માં આવ્યા બાદ તેજસ્વીને ટ્રિપલ ફાયદો મળ્યો.

નાગિન-6ની 26 વર્ષિય અભિનેત્રી તેજસ્વી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. તેજસ્વીને તેના અભિનય સિવાય તેના લુક્સ અને ફેશનને લીધે પણ જાણવામાં આવે છે. બિગબોસમાં જ તેજસ્વી અને કરણ કુન્દ્રાની નજીકતા વધી હતી, અને શો પછી પણ બંનેની ખાસ બોન્ડિંગ હાલમાં જોવા મળી રહી છે. બંને અવાર નવાર ઇવેન્ટમાં એક સાથે જ સ્પોટ થાય છે, અને એકબીજા પર પ્રેમ લૂંટાવતા પણ જોવા મળે છે.

લોકો વચ્ચે પણ તેજસ્વીની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. એવામાં તેજસ્વીએ તાજેતરમાં એવી તસવીરો શેર કરી દીધી છે કે જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. સામે આવેલી તસવીરોમાં તેજસ્વીએ બ્લેક લેધર બ્રાલેટ પહેરી છે અને તેની સાથે પેન્ટ મેચ કર્યુ છે. આ સાથે તેણે ડેનિમ જેકેટ પણ પહેર્યું છે. તેજસ્વીની બ્રાલેટ આગળથી ડીપ હતી અને તેમાં તેની હોટનેસ પણ ઉભરાઈ રહી હતી. તેજસ્વીએ પેન્ટ સાથે મેચિંગ લેધર બેલ્ટ પણ પહેર્યો હતો, જે તેના આઉટફિટ સાથે એકદમ મેચ થઇ રહ્યો છે.

મિનિમલ મેકઅપ સાથે તેજસ્વીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કેમેરા સામે એકથી એક કાતિલાના પોઝ આપ્યા હતા. તેજસ્વીએ પોતાનું જેકેટ ઉતારીને પણ બ્લેક બ્રાલેટ કેમેરા સામે ફ્લોન્ટ કરી અને પોતાનું હોટ ફિગર પણ દેખાડ્યું. તેજસ્વીએ જેકેટના બટન ખોલી, નીચે સરકાવીને એવા એવા પોઝ આપ્યા કે જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા છે. તસવીરોમાં તેજસ્વી દીવાલનો સપોર્ટ લઈને અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે, ચાહકોએ તેજસ્વીનો આ લુક ખૂબ પસંદ કર્યો છે અને કમેન્ટનો વરસાદ કર્યો છે.

જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશનો પરિવાર સંગીતની ખૂબ નજીક રહ્યો છે. તે સંગીત પરિવારમાંથી આવે છે પરંતુ વ્યવસાયે એન્જિનિયર છે. તેજસ્વીએ એક્ટિંગ માટે એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી હતી. તેજસ્વી પ્રકાશે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી લીધી અને પછી એન્જિનિયરિંગ કારકિર્દી પૂર્ણ કર્યા પછી અભિનય તરફ વળી.

તેજસ્વી પ્રકાશે 18 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.તેણે વર્ષ 2012માં ટીવી શો ‘2612’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘સંસ્કાર-ધરોહર અપનો કી’, ‘સ્વરાગિની-જોડે રિશ્તો કે સૂર’, ‘પહેરેદાર પિયા કી’ અને ‘સિલસિલા બદલતે રિશ્તો કા’ જેવા ટીવી શોમાં જોવા મળી.

તેજસ્વી ખતરો કે ખિલાડી 10′ સિવાય ‘કિચન ચેમ્પિયન 5’, ‘કોમેડી નાઇટ્સ લાઇવ’, ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘કોમેડી નાઇટ્સ બચાવો’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી ચુકી છે. જ્યારે ‘ખતરો કે ખિલાડી 10’ તેજસ્વી પ્રકાશના શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેનું નામ અભિનેતા શિવિન નારંગ સાથે જોડાયું હતું. શોમાં બંનેની બોન્ડિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર બંનેને #TeVin કહેવામાં આવ્યા હતા.

જો કે, તેજસ્વી પ્રકાશે આ સંબંધ પર કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે ચાહકોએ અમારી વચ્ચે કેવી મિત્રતા જોઈ. હા અમે સારા મિત્રો છીએ. તેનાથી આગળ કંઈ નથી. મારા મિત્રો પણ મને પૂછે છે કે શું હું તેને ડેટ કરી રહી છું. તો તમને કહી દઉં કે હું તેને ડેટ કરી રહી નથી. તેજસ્વી પ્રકાશ સીરિયલ પેહરેદાર પિયા કીમાં જોવા મળી હતી. આ સીરિયલને લઈને ઘણો વિવાદ થયો હતો. તેજસ્વી પ્રકાશ ચાઈલ્ડ એક્ટર અફફાન ખાન સાથે જોવા મળી હતી. દર્શકોએ આ સિરિયલનો જોરદાર વિરોધ કર્યો હતો. શો પર વધી રહેલા વિવાદને જોઈને મેકર્સે તેને અચાનક બંધ કરી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

Krishna Patel