ખબર

ખુશખબર: IRCTC અમદાવાદથી મુંબઈ વચ્ચે ચલાવશે બીજી તેજસ, આ તારીખથી થઇ શકે છે શરૂઆત

ભારતમાં તેજસ ટ્રેનની વધતી લોકપ્રિયતા વચ્ચે ભારતીય રેલવે તરફથી IRCTCએ અમદાવાદથી મુંબઈ વચ્ચે બીજી તેજસ ટ્રેન ચલાવશે. એક રિપોર્ટ અનુસાર, આ ટ્રેનને 17 જાન્યુઆરીના રોજ લીલી ઝંડી દેખાડવામાં આવશે અને કોમર્શિયલ રીતે 19 જાન્યુઆરીથી ચલાવવામાં આવવાની સંભાવના છે.

Image Source

આ ટ્રેન 17 જાન્યુઆરીએ સવારે સાડા નવા વાગે અમદાવાદથી નીકળશે અને સાંજે 4 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. અમદાવાદથી મુંબઈ જનારી ટ્રેનનો નંબર 09426 હશે અને મુંબઈથી અમદાવાદ જનારી ટ્રેનનો નંબર 09425 હશે.

Image Source

મુંબઈથી અમદાવાદ માટે સાંજે સવા પાંચ વાગે ટ્રેન નીકળશે જે રાતે સાડા અગિયાર વાગે અમદાવાદ પહોંચશે. આ પહેલા દિલ્હી-લખનઉ રુટ પર તેજસ ટ્રેન ચાલી જ રહી છે. આ પહેલી ટ્રેન છે કે જેનું સંચાલન ભારતીય રેલવે નહિ પણ IRCTC દ્વારા કરવામાં આવે છે.

Image Source

નવી તેજસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. આ ટ્રેન ગુરુવારે નહિ દોડાવવામાં આવે. આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી સ્ટેશન પર રોકાશે.

Image Source

ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધા મળશે. આ સંપૂર્ણ ટ્રેન એસીથી સજ્જ છે. તેમાં સ્લાઈડિંગ ડોર છે.

Image Source

તેમજ પર્સનલ રીડિંગ લાઇટ, મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોઇલેટ, ઓટોમેટીક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા, રિસાયક્લિંગ સુવિધા, અનુકૂળ સીટ હશે. ટ્રેનમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર ઉપલબ્ધ થશે. ટ્રેનમાં 18 કોચ હશે. જો કે, શરૂઆતમાં 12 કોચવાળી ટ્રેન ચલાવવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.