દેશમાં ચાલનારી બધી ટ્રેન ઇન્ડિયન રેલવે જ ઓપરેટ કરે છે. પરંતુ તેજસ એક આવી ટ્રેન છે તેજસનું બુકીંગ તમે આઈઆરસીટીસી પરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકો છો. હાલ તો તેજસ એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે રાખવામાં આવી છે કારણકે ભારતીય રેલવે પ્રાઇવેટ ઓપરેટર્સ દ્વારા ટ્રેન ચલાવી શકે છે કે નહિ? હાલમાં જ લખનૌ-દિલ્લી વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન દોડવામાં આવશે.
અમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતની બીજી ખાનગી ‘તેજસ ટ્રેન’ દોડશે. આ ટ્રેન અમદાવાદ- મુંબઈ વચ્ચે 2 નવેમ્બરથી શરૂ થાય તેવી શક્યતા છે. આ માટે 1 મહિના પહેલા જ અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી.પરંતુ મહારાષ્ટ્રમાં આચારસંહિતા હોય હાલ આ ટ્રેન શરૂ થઇ શકશે નહિ. ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ટ્રેન શરૂ થશે.

હાલ તો અમદાવાદ- મુંબઈ ભાડું નક્કી કર્યું નથી. એસી ચેરકારનું ભાડું 1200થી 1300, તો એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400થી 2500 રહેવાની શક્યતા છે. આ ભાડામાં નાસ્તા-ભોજનનો પણ સમાવેશ થશે.
આ ટ્રેન અમદાવાદથી સવારે 6:40 ઉપડશે, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રેલ સ્ટેશન પર બપોરે 1:10 વાગ્યે પહોંચશે. ફરી આ ટ્રેન મુંબઈથી બપોરે 3:40 વાગ્યે ઉપડી રાતે 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અમદાવાદ અને સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેન અઠવાડીયામાં છ દિવસ દોડશે. ગુરુવારે આ ટ્રેન નહીં જાય. આ ટ્રેનની ટિકિટ ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ અથવા રેલકનેક્ટ એપથી જ બુક થશે. આ ટિકિટ તમને રેલવે કાઉન્ટર પરથી નહીં મળે.
આ ટ્રેનમાં દરેક સ્ક્રીન પર એલઇડી સ્ક્રીન,ઓનબોર્ડ વાઇફાઇ સર્વિસ, મોબાઈલ ચાર્જિંગ, એલાર્મ સિસ્ટમ, સ્મોક & ફાયર, કમ્ફર્ટેબલ ચેર વિથ ક્લોથ ફર્નિશિંગ, ઇકોફ્રેન્ડલી સિસ્ટમ રીડિંગ લાઇટ્સ જેવી સુવિધા આપવામાં આવશે. આ સાથે જ આ ટ્રેનના દરેક કોચમાં એક મીની પેન્ટ્રી કર પણ હશે.

આ ટ્રેનના પેસેન્જરોને પ્લેન જેવી સુવિધા આપવામાં આવશે. આ ટ્રેનમાં ખાવાં માટે નાસ્તો, સારી ક્વોલિટીનું ફૂડ અનેપાણી મળશે. આ ટ્રેનમાં ચા-કોફીના મશીન પણ રાખવામાં આવશે. આ ટ્રેનમાં સવારે વેલકમ ચા સાથે નાસ્તો અને સાંજે ટ્રેનમાં ચા અને ડિનરન સુવિધા આપવામાં આવશે. તેના માટે કોઈ અલગ પૈસા ચૂકવવા નહીં પડે.
તેજસ ટ્રેનની સુવિધાની વાત કરવામાં આવે તો ઓ આ ટ્રેન 1 કલાક મોડી થઇ તો રિફંડ આપવામાં આવશે. આ ટ્રેનમાં સેનેટરીવેરની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
આ ટ્રેનમાં 2 પ્રકારના કોચ હશે. એક્ઝ્યુકિટિવ ચેર કાર અને એસી ચેર કાર. આ કોચના દરવાજા પર સેન્સર લગાડવાયા આવ્યા છે. જો કોઈ નજીક આવશે તો ઓટોમેટિક દરવાજા ખુલી જશે.
આ ટ્રેનની અંદર કોઇપણ ઇન્ડિયન રેલવેના ટીટી ચેકીંગ નહીં કરે. આ ટ્રેનમાં પ્રત્યેક કોચમાં 2 ટોયલેટ હશે. આ ટોયલેટની ડિઝાઇન એરલાઇનસના ટોયલેટ જેવી હશે.

આ દરવાજા ઓટોમેટિક છે ફક્ત રેલવે સ્ટેશન પર જ ખુલશે. તેનો કંટ્રૉલ લોકો પાયલોટ એટલે કે ટ્રેનના ડ્રાઈવર પાસે જ રહેશે.આ ટ્રેનમાં કોઈ પ્રકારની છૂટ, વિશેષાધિકાર અને ડ્યુટીપાસે નહીં ચાલે.આ ટ્રેનનું ભાડું એરલાઈન્સની જેમ ડાયનેમિક ફેર લાગશે. જેવી રીતે સીટ બુક થતી જશે તેવી રીતે ભાડું વધતું જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App