અજબગજબ

તલાટીએ બેરોજગાર યુવકનું નામ રેશન કાર્ડમાં ના નોંધતા હોવાના કારણે યુવક વાજતે-ગાજતે વરઘોડો લઈને પહોંચ્યો કાર્યાલય, કહ્યું “મારા લગ્ન કરાવી આપો”

દેશની અંદર રેશન કાર્ડ દરેક વ્યક્તિ પાસે હોય છે, અને પરિવારના દરેક સભ્યોનું નામ પણ અને રેશન કાર્ડની અંદર લખાવીએ છીએ, ત્યારે નામ નોંધાવવા માટે જરૂરી પુરાવા સાથે આપણે નામ દાખલ કરનાર વ્યક્તિની સાચી ઓળખ કચેરીએ આપતા હોઈએ છીએ, ત્યારે આ બધા વચ્ચે જ એક અનોખો કિસ્સો મહારાષ્ટ્રના પટૌદામાંથી સામે આવ્યો છે.

Image Source

અહીંયા એક યુવકને તલાટી દ્વારા રેશન કાર્ડ આપવાની ના પાડી દેવામાં આવી, અને કારણ આપતા તલાટીએ તે કુંવારો છે તેમ જણાવ્યું. ત્યારબાદ તે યુવકે જે કર્યું તે ખરેખર લોકોને વિચારમાં મૂકી દેનારું છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર બીડ જિલ્લાના પટૌદા તાલુકાના અમિત ઘનશ્યામ આગે નામના યુવકે તલાટીને રેશન કાર્ડ બનાવવા માટેની અરજી આપી હતી. અમિત ભણેલો હતો, પરંતુ હાલમાં તે બેરોજગાર હતો. તેવામાં તેને રેશનકાર્ડ માટે અરજી કરી હતી.

થોડા દિવસ બાદ અમિતને ખબર પડી કે તેની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. આવેદન રદ્દ કરવામાં જે વાંધો બતાવવામાં આવ્યો હતો તે અમિતના પરિવારની સરકારી વ્યાખ્યાના દાયરાની બહાર હતો. અમિતના વધારે પૂછવા ઉપર ખબર પડી કે તે પરણિત ના હોવાના કારણે તેનું નામે રેશન કાર્ડ નહિ બની શકે.

Image Source

ત્યારબાદ અમિતે તાલુકાના ઘણા ચક્કર કાપ્યા. તેને અધિકારીઓને એ પણ જણાવ્યું કે તે બેરોજગાર છે. તેવામાં તેના માટે રેશન કાર્ડ ખુબ જ જરૂરી છે. બેરોજગારીના કારણે તે લગ્ન પણ નથી કરી શકતો.

છતાં પણ જ્યારે કામ ના થયું ત્યારે તેને એક રસ્તો શોધી લીધો. જેના કારણે તેને તરત જ રેશન કાર્ડ મળી ગયું. ગુરુવારના રોજ અમિત વરરાજા બનીને ઘોડા ઉપર સવાર થઇ બેન્ડ વાજા સાથે તાલુકા કાર્યાલય પહોંચ્યો. બેન્ડ વાજાના અવાજ સાંભળીને તાલુકાના લોકો પણ ચોંકી ગયા.

Image Source

ત્યાં પહોંચીને અમિતે તલાટીને કહ્યું કે: “જો તો તમે કોઈ સારી છોકરી જોઈને મારા લગ્ન કરાવી દો અને અથવા તો મને મારુ રેશન કાર્ડ ઈશ્યુ કરી આપો. આનન ફાનન તાલુકામાં તેનું રેશન કાર્ડ તરત જ બનાવવામાં આવ્યું અને તેને તરત જ સોંપી દેવામાં આવ્યું.