આખરે તીરા કામતના ચહેરા ઉપર ફરી ખુશી ઝળકી ઉઠી, લાગી ગયું 16 કરોડનું ઈન્જેકશન, માતા પિતાએ વીડિયો કર્યો શેર

સોશિયલ મીડિયા ઉપર થોડા સમય પહેલા એક માસુમ 5 મહિનાની બાળકીનું જીવન બચાવવા માટેની પહેલ ચાલુ થઇ હતી. આ માસુમ બાળકીનું નામ હતું તિરા કામત. જે એવી અસાધ્ય બીમારીથી પીડાઈ રહી હતી કે તેની સારવાર માટેનું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું હતું. આ માટે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા અને અંતે તિરાને આ ઇન્જેક્શનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

તિરાને એક નવું જીવન મળી ગયું છે અને તે ફરી પાછી ખખડાટ હસવા લાગી છે. આ માટે તેના માતા પિતાએ સૌનો આભાર પણ એક વીડિયો શેર કરીને વ્યક્ત કર્યો છે. તિરાને 26 ફેબ્રુઆરીના રોજ ડોઝ આપવામાં આવ્યો હતો, જેના બાદ તેના માતા પિતા ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.

મુંબઇની એક હોસ્પિટલમાં 5 મહિનાની બાળકી તીરા કામત જીવન અને મૃત્યુ સામે લડી રહી હતી. તેને SMA Type1 બીમારી હતી. જેની સારવાર અમેરિકાથી આવી રહેલ Zolgensma ઇંજેક્શન દ્વારા જ શક્ય હતી. આ ઇન્જેક્શન લગભગ 16 કરોડ રૂપિયાનું હતું. અને તેના ઉપર 6.5 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકાવવો પડે તેમ હતો.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે આ વાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. અને તેમાં તેમને ટેક્સ અને જીએસટી માફ કરવાની વાત જણાવી હતી, ત્યારબાદ કેન્દ્ર દ્વારા પણ ટેક્સ અને જીએસટીમાં મુક્તિ આપી 6.5 કરોડ માફ થયા હતા.

તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતા. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને 26 ફેબ્રુઆરીના રોજ 16 કરોડના ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવ્યો.

હાલ તિરા એકદમ સ્વસ્થ છે. તેના માતા પિતા પણ ખુબ જ ખુશ છે. તિરાના પિતા આઇટી કંપનીમાં નોકરી કરે છે. તેની માતા ઇલેસ્ટ્રેટર છે. આવામાં તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ છે અને તેના પર ફંડિંગ શરૂ કર્યું હતું. પોતાના વીડિયોની અંદર તિરાના માતા પિતાએ જેને જેને પણ મદદ કરી છે તે સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

Niraj Patel