સુરતમાં ત્રણ ત્રણ નરાધમોએ ફૂલ જેવી માસુમ સગીરાને પીંખી નાખી, વારંવાર આચર્યું દુષ્કર્મ અને પછી….

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને સ્ત્રીઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મ થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી સગીરાઓ સાથે પણ નરાધમો દુષ્કર્મ આચરતા હોય છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવાનો કિસ્સો ખુબ જ ચર્ચામાં છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-9માં અભ્યાસ કરતી કિશોરીને તેના માતા પિતા દ્વારા લગ્નનું દબાણ કરવામાં આવી રહ્યું હતું.  આ ઉપરાંત અઠવાડિયા પહેલા તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી, જેના બાદ કિશોરી તેના મિત્ર સાથ ચીખલી ભાગીને આવી ગઈ હતી.  જ્યાં કિશોરીની એકલતાનો લાભ લઇ તેનો મિત્ર સુરજસિંહ તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જેના બાદ સૂરજસિંહે તેના બે મિત્રોની પણ દાનત સગીરા ઉપર બગાડી હતી અને સગીરા સાથે આવાસના બંધ મકાનમાં બંને મિત્રોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને ડિંડોલી પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી. આ મામલામાં પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ મામલામાં ડિંડોલી પીએસઆઇ કે.બી.દેસાઈ એ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં એટલે કે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડી સૂરજસિંહ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યા પર રહેતાં હતાં.  પરંતુ સુરજસિંહની દાનત બગડતાં તેને કિશોરી સાથે બળજબરી કરી સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ કિશોરીને રૂમ બદલતાં બદલતાં સૂરજસિંહનો સંપર્ક અન્ય બે લોકો સાથે થયો હતો. આ બંને મિત્રોની  નજર કિશોરીને જોઈ બગડી હતી, જેને લઈ સૂરજસિંહના બન્ને મિત્રોએ  થોડા સમય પહેલાં 16 વર્ષીય કિશોરીને SMC આવાસના એક બંધ મકાનમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે સંબંધ બાંધ્યા હતા, સગીરા  તેનો વિરોધ કરતા તેની સાથે મારઝૂડ કરી હતી અને પછી તે ઘરછોડીને ચાલી ગઈ હતી.

પોતાની સાથે દુષ્કર્મ થયા અને ઘર છોડ્યા બાદ કિશોરી રખડતી હાલતમાં ફર્નિચરની દુકાન ધરાવતા એક વ્યક્તિને મળી હતી અને તેમને તે કિશોરીને સહારો આપી પોતાની દુકાનમાં નોકરી ઉપર પણ રાખી હતી.  પરંતુ  આ બાબતની જાણ સૂરજસિંહને થઈ જતાં વેપારીના ઘરે કિશોરીને મળવા આવતાં તમામ હકીકત બહાર આવી હતી.જેના બાદ વેપારીની મદદથી કિશોરીએ ન્યાય માટે પોલીસ દ્વાર ખખડાવ્યા હતા અને ત્રણેય આરોપીઓની ધપરકડ કરવામાં આવી હતી.

Niraj Patel