અમદાવાદમાં 12 વર્ષના દીકરાએ ફ્રી ફાયર ગેમના ચક્કરમાં પોતાના જ ઘરમાં આટલા લાખ રૂપિયાની કરી ચોરી, પિતાએ જ નોંધાવી ફરિયાદ

આજકાલના બાળકો ઓનલાઇન ગેમના રવાડે વધુ ચઢી ગયેલા જોવા મળે છે. ઘણા બાળકો ગેમ રમવાના ચક્કરમાં એવા આદિ બની ગયા છે કે તે પોતાના વાલીઓનું પણ સાંભળતા નથી, ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવી છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય, ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી. જ્યાં એક 12 વર્ષના દીકરાએ ઓનલાઇન ગેમના ચક્કરમાં પોતાના જ ઘરમાં ચોરી કરી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર એક પિતાએ જ તેના 12 વર્ષના દીકરા અને દીકરાના એક મિત્ર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફ્રી ફાયર ગેમના રવાડે ચડી ગયેલા 12 વર્ષીય દીકરાએ તેના પિતાના મોબાઈલથી મિત્રના મોબાઈલમાં paytm દ્વારા ટ્રાન્સફર કરીને ડિજિટલ ચોરી અને રૂ. 2 લાખની રોકડ આપીને ઘરમાં ચોરી કરી હતી.

પિતાને ઘરનું રીનોવેશન કરાવવાનું હોય પોતાની ક્રેન વેચીને 12 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયાને તેમને ઘરની તિજોરીમાં રાખ્યા હતા. આ રૂપિયાની જાણ દીકરાને હોવાના કારણે તે તિજોરીમાંથી પૈસા ચોરી લીધા હતા, આ ઉપરાંત દીકરો પિતાના મોબાઈલમાં જ ગેમ રમતો હતો અને તેનાથી પેટીએમ દ્વારા પણ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જયારે પિતા રૂપિયા ટ્રાન્સફર કરવા ગયા ત્યારે બેલેન્સ ના હોવાનું જાણ થતા તેમને દીકરા ઉપર જ શંકા થઇ હતી.

જેના બાદ  પિતાએ દીકરાની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેની સાથે ગાર્ડનમાં રમવા માટે આવતા મિત્રો સાથે મળીને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા અને તેના માટે paytmથી તેના મિત્રના મોબાઈલમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને પિતાને જાણ ન થાય તેના માટે મેસેજ પણ ડિલીટ કર્યા હતા.

તો ક્રેન વેચીને લાવેલા 12 લાખ રૂપિયામાંથી 2 લાખ રૂપિયા ઓછા થયા હોવાનું પણ માલુમ પડતા તેમણે દીકરાની કડકાઈથી પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તિજોરીની ચાવી લઇ અને ઘરમાંથી પહેલા 60,000 રૂપિયા એક મિત્રને આપ્યા અને બીજા એક મિત્રને છ હજાર રૂપિયા એમ કરી અલગ અલગ મિત્રોને રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું.

ગાર્ડનમાં જ્યારે તેમના મિત્ર રમવા આવતા હતા. ત્યારે એક મિત્રે પૈસાની જરૂર હોવાનું કહેતા 3000 રૂપિયા અને બીજા એક મિત્રને 2000ની નોટનું આખું બંડલ આપી દીધું હતું. આમ પુત્ર પોતાના મિત્રને ઘરમાં લાવી અને ઘરમાં રહેલા પિતાના પૈસા થોડાં-થોડાં ચોરી કરી અને મિત્રોને આપતા પિતાએ 12 વર્ષીય પુત્ર અને તેના એક મિત્ર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

Niraj Patel