સુરતના અડાજણમાં 15 વર્ષની કિશોરી સાથે લિફ્ટમાં એન્જિનિયર યુવકે કરી અશ્લીલ હરકતો, વાંચીને મગજ છટકી જશે

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ કે સગીરા પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. સુરતમાંથી છેલ્લા ઘણા સમયથી મહિલા અત્યાચારોની ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે, અને તેમાં પણ નાની સગીરાઓ સાથે શારીરિક છેડતીની ફરિયાદો ઘણા સમયતી સતત સામે આવી રહી છે. ત્યારે હવે ફરી એકવાર સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. ભણેલા ગણેલા અને સારી નોકરી કરતાં યુવાનો પણ વિકૃત વાસનાથી પીડાતા હોવાની પુરાવારૂપ ઘટના સામે આવી છે.

15 વર્ષની સગીરા સાથે તેની જ બિલ્ડિંગમાં રહેતા એક એન્જિનિયર યુવકે છેડતી કરવાનો મામલો સુરતના અડાજણમાંથી સામે આવ્યો છે. આ મામલો પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે યુવકની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. 27 વર્ષીય યુવાન કે જે અડાજણમાં રહે છે અને તે એક ખાનગી કંપનીમાં જૂનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેણે તેની જ બિલ્ડિંગમાં રહેતી 15 વર્ષિય સગીરા સાથે લિફ્ટમાં અશ્લીલ હરકત કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ હરકતથી એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા અને હવસખોરને પોલીસને સોંપ્યો. સોમવારે રાત્રે સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરા લીફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત 27 વર્ષીય સાગર પટેલ પણ અંદર ઘૂસી ગયો અને બંને એકલા લીફ્ટમાં હતા એ દરમિયાન સગીરાની એકલતાનો લાભ લઈ તેણે સગીરાની સામે પેન્ટ ઉતારી દીધુ અને અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું. આને લઇને કિશોરી ગભરાઈ ગઈ અને રડવા લાગી.

તે બાદ સગીરાએ રડતા રડતા આ ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી. ઘટનાની ગંભીરતાને જોતા માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે પણ બાળકીના માતા-પિતાની ફરિયાદ લઈ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.આ ઘટનાની જાણ થતા જ માતા-પિતા સહિત બિલ્ડિંગના લોકો પણ યુવક સામે રોષે ભરાયા હતા. જો કે, લિફ્ટમાં સીસીટીવી હોવાને કારણે બાળકીની વાત સાચી છે કે

ખોટી તે જાણવા લીફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતા યુવકની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો. જણાવી દઇએ કે, સાગર પટેલ ખાનગી મલ્ટી નેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે અને તે જ આવી હરકત કરતા તેના પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

Shah Jina