પોતાનાથી 13 વર્ષ નાના છોકરાને બોયફ્રેન્ડ બનાવવાને લઈને ટ્રોલ થઇ રહે છે એ આ 3 ફૂટથી પણ નાની, સોશિયલ મીડિયામાં એવી તસવીરો શેર કરે છે કે જોઈને..

એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાંથી બનીને આવે છે. બસ ધરતી ઉપર તો ખાલી મેળવણી જ થતી હોય છે. પરંતુ ઘણીવાર આપણે એવી એવી જોડીઓ જોઈએ જેને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ. ત્યારે હાલ એવા જ એક કપલની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. જેમાં છોકરીની ઊંચાઈ 3 ફૂટ કરતા પણ ઓછી છે અને તેનાથી 13 વર્ષ નાના છોકરાને પ્રેમ કરી રહી છે.

અમેરિકામાં રહેતી 32 વર્ષીય સેસી કેસી અને તેના 19 વર્ષીય બોયફ્રેન્ડ બ્લેકને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેનું કારણ છે સેસી કેસીની ઊંચાઈ અને તેનો વ્યવસાય. ખરેખર, સૈસી માત્ર 2 ફૂટ 10 ઇંચની છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ 5 ફૂટ 7 ઇંચનો છે. તમને જણાવી દઈએ કે સૈસી એક બારમાં કામ કરે છે. પરંતુ જ્યારથી નાના કદની સૈસીએ તેનાથી 13 વર્ષ નાના બ્લેકને તેનો બોયફ્રેન્ડ બનાવી દીધો છે ત્યારથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

આ કપલનું કહેવું છે કે લોકો તેમને તેમના સંબંધોને લઈને ટ્રોલ કરે છે. તેને સોશિયલ મીડિયા પર ઘણી નફરતની ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. આમ છતાં છતાં સેસી અને બ્લેક એકબીજાની સાથે મજબૂતીથી ઊભા છે. કપલ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. બ્લેક પણ સેસી સાથે લગ્ન કરવા માંગે છે.

બ્લેક કહે છે કે સેસી ખુબ જ કોમળ હૃદયની સ્ત્રી છે. તે તેને ખુશ રાખે છે અને તે તેના માટે મોટી વાત છે. બ્લેકના મતે તે સેસીના કદ, તેની ઉંમર અથવા તેના વ્યવસાયની પરવા કરતો નથી. તેમના સંબંધો વિશે, સેસી કહે છે કે તે પણ બ્લેકને ખૂબ પ્રેમ કરે છે. બ્લેક તેની ખૂબ કાળજી લે છે. તેઓ ગયા વર્ષે ફેસબુક દ્વારા મળ્યા હતા. માત્ર એક મહિનાના ડેટિંગ પછી, તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે તેઓ એક વર્ષથી સાથે રહે છે.

‘ડેઈલી સ્ટાર’ના અહેવાલ મુજબ, જ્યારે સૈસી નાની હતી ત્યારે ડોક્ટરોએ તેને કાર્ટિલેજ-હેર હાઈપરપ્લાસિયા હોવાનું નિદાન કર્યું હતું. આ એક એવી સ્થિતિ છે જેમાં હાડકાની લંબાઈ નથી વધતી, જેના કારણે વ્યક્તિની ઊંચાઈ નથી વધી શકતી. સૅસીની ઊંચાઈ પણ સામાન્ય કરતાં ઘણી ઓછી છે, પરંતુ તેણે તેને ક્યારેય પોતાની નબળાઈ બનવા દીધી નથી.

સેસી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામમાં તેનું એકાઉન્ટ વેરીફાય થયેલું છે અને તેને માત્ર ઇન્સ્ટાગ્રામ ઉપર જ 2 લાખ 34 હજાર કરતા પણ વધારે લોકો ફોલો કરે છે. સેસી તેના સોશિયલ મીડિયામાં તેને બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે, જેના તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે. આ ઉપરાંત તે ઘણા વીડિયો પણ શેર કરતી હોય છે.

Niraj Patel