દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ છોકરીએ ગ્રેજ્યુએટ થયા પછી પાર્ટી કરવાને બદલે 400 બેઘર લોકોને જમાડ્યા અને આખી દુનિયાએ કર્યા વખાણ

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો પોતાની નાની-મોટી ખુશીઓને પાર્ટી આપીને સેલિબ્રેટ કરે છે. આ પાર્ટીના નામ પર અપને ખર્ચો પણ ખૂબ જ મોટો કરી દઈએ છીએ. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આમ પૈસાનો વ્યય કરવા કરતા કોઈ જરૂરતમંદની મદદ કરવાથી આપણી ખુશી બમણી થઇ શકે છે. ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક ટેક્સાસની છોકરી છવાયેલી છે, જેને પાર્ટી કરવાને બદલે સુવિધાઓથી વંચિત રહી ગયેલા બાળકો માટે કઈંક એવું કર્યું કે જેનાથી આ બાળકો કે જેને કદાચ રોજ ભોજન પણ નથી મળતું, તેઓને ખુશ થયા.

Image Source

રિપોર્ટ અનુસાર, ટેક્સાસની એક છોકરીએ પાર્ટી ઉજવવાને બદલે પાર્ટીના પૈસાથી એ બેઘર બાળકોનો દિવસ સુધારી દીધો કે જે આસપાસમાં રહેતા હતા, જેઓ એ જ આશામાં હોય છે કે તેમને એક સમયનું ભોજન મળી જાય. આ સરાહનીય કામ કરનારી છોકરીનું નામ Leanne Carrasco છે. તેને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, અને એ પોતાની આ ખુશીને એક અલગ રીતે ઉજવવા માંગતી હતી એન એવું જ કર્યું. તને હ્યુસ્ટનના સ્ટાર ઓફ હિપહોપ સેન્ટરમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. તેને જે પૈસા પાર્ટી કરવા માટે મળ્યા હતા તેને એ પૈસાથી 95 લાર્જ સાઈઝના પિઝા મંગાવ્યા અને બેઘર મહિલાઓ અને બાળકોને ખવડાવ્યા.

Image Source

Leanneનું માનવું છે કે પાર્ટી જરૂરમંદ લોકોને આપવી જરૂરી હતી કારણ કે બધાને જ એ સુખ નથી મળતા જે આપણને મળે છે. સાથે જ એ કહે છે કે ઘણા લોકો એ બધું પસંદ નથી કરી શકતા જે હું પસંદ કરી શકું છું. ત્યારે લોકો તેના આ કામના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ કરી રહયા છે.

આના થોડા દિવસ પહેલા પણ Leanne પોતાના મિત્રો સાથે મળીને એક બીજું પણ ભલાઈનું કામ કરી ચુકી છે. તેને પોતાના મિત્રો સાથે મળીને 400 બેગ્સમાં ટૂથબ્રશ-ટૂથપેસ્ટ, ડિયોડ્રંટ, અને જરૂરિયાતની નાની-નાની વસ્તુઓ ભરીને બેઘર મહિલાઓ અને બાળકોને વહેંચી હતી. હવે તે ગ્રેજ્યુએટ થયા બાદ આગળ નર્સિંગનો અભ્યાસ કરવા વિશે વિચારે છે. આ પાછળ પણ તેનો સારો વિચાર છે. એ ઈચ્છે છે કે નર્સિંગનો અભ્યાસ કરીને એ સમાજમાં હાજર એવા લોકોની મદદ કરે કે જેમને મદદની જરૂર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks