મા-બાપના નામે લેટર છોડી રાત્રે ઘરેથી ગાયબ થઇ ગઇ 14 વર્ષની છોકરી, ચાર વર્ષ પછી એવી હાલતમાં મળી કે….જાણો વિગત

પાછી આવીશ, કસમથી…રાત્રે માતા-પિતાના નામે લેટર છોડી ગાયબ થઇ દીકરી, 4 વર્ષ બાદ…

Daughter Come Home After 4 Years : ઘરેથી ગુમ થયેલી 14 વર્ષની બાળકી ચાર વર્ષ બાદ સુરક્ષિત મળી આવી છે. તે પોતે પોલીસ સ્ટેશન પહોંચી અને ઘરવાળાને તેના મળવાની સૂચના મોકલાવી. દીકરીને જીવતી જોઈને તેની માતા ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે ‘ચમત્કાર ખરેખર થાય છે.’ આ મામલો અમેરિકાના એરિઝોનાનો છે. એલિસિયા નવારો નામની છોકરી તેના 15માં જન્મદિવસના થોડા દિવસો પહેલા રાત્રે ગાયબ થઈ ગઈ હતી. તેના માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી પરંતુ છેલ્લા ચાર વર્ષથી એલિસિયા વિશે કંઈ જાણવા મળ્યુ નહોતુ. પણ જાણે કે ભગવાનને તો એ મંજૂર હતુ કે તે તેના માતા-પિતાને એજ જનમમાં બીજીવાર મળે.

રાતના અંધારામાં 14 વર્ષની છોકરીએ છોડી દીધુ ઘર
તાજેતરમાં જ એલિસિયા પોતે પોલીસ સ્ટેશન પહોંચી અને ગુમ થયેલ યાદીમાંથી તેનું નામ હટાવવા માટે કહ્યું. આ કેસમાં, ગ્લેન્ડેલ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે એલિસિયા નવારો, જે હવે 18 વર્ષની છે, કેનેડાની સરહદથી 40 માઇલ દૂર મોંટાનામાં એક નાના શહેરમાંથી મળી આવી હતી. પોલીસ સ્ટેશન પહોંચીને, તેણે અધિકારીઓને કહ્યું કે તે એ જ છોકરી છે, જેની ગુમ થવાની ફરિયાદ સપ્ટેમ્બર 2019માં લખાવવામાં આવી હતી. જોસ સેન્ટિયાગો નામના અધિકારીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું- એલિસિયા નવારોને શોધી કાઢવામાં આવી છે. તે સંપૂર્ણપણે સલામત અને સ્વસ્થ છે અને ખુશ પણ દેખાઈ રહી છે.

2019માં ગુમ થયેલી બાળકી ચાર વર્ષ બાદ પરત ફરી
15 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે એલિસિયા માત્ર 14 વર્ષની હતી, ત્યારે તેણે તેના માતા-પિતાને જાણ કર્યા વિના રાત્રે ઘર છોડી દીધું હતું. સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા તો તેમને એલિસિયાના હાથે લખેલો પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું- ‘હું જાઉં છું. પાછી આવીશ, કસમથી, મને માફ કરજો. આ પછી ચાર વર્ષ સુધી એલિસિયાના કોઈ સમાચાર નહોતા. પોલીસ પણ તેને શોધી શકી ન હતી. હવે જ્યારે એલિસિયા મળી આવી છે ત્યારે તેની માતા જેસિકા નુનેઝે ફેસબુક પર એક ઈમોશનલ પોસ્ટ કરી. તેણે કહ્યું- આ તે બધા લોકો માટે છે જેમના પ્રિયજનો ગુમ છે.

દીકરીના જીવિત મળવાથી માતાએ પણ ઇમોશનલ વીડિયો કર્યો શેર
હું ઈચ્છું છું કે તમે આ કેસનો ઉપયોગ ઉદાહરણ તરીકે કરો. આશા ન છોડો કારણ કે ચમત્કારો થાય છે. ક્યારેય આશા ન ગુમાવો અને હંમેશા લડો. જેસિકાએ કહ્યું કે હજુ તપાસ ચાલુ છે. દીકરી ક્યાં હતી અને કેવી રીતે પાછી આવી, મોટી વાત એ છે કે તે જીવિત છે. ગ્લેનડેલ પોલીસે જણાવ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે છોકરી મોંટાના કેવી રીતે પહોંચી અને તે છેલ્લા ચાર વર્ષથી કોની સાથે રહેતી હતી. આવા અનેક સવાલો છે જેના જવાબ મળવાના બાકી છે. પોલીસે જણાવ્યું કે એલિસિયા પોતાની મરજીથી ઘરેથી ભાગી ગઈ હતી. તે તેમની તપાસમાં સહકાર આપી રહી છે. તેણે પોલીસને એમ પણ કહ્યું કે તેને કોઈએ નુકસાન પહોંચાડ્યું નથી. તે સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ રહી છે.

Shah Jina