ક્યારેય જોયું છે આવું જાદુઈ બેગ ? માલિક જ્યા પણ જાય ત્યાં તેની પાછળ પાછળ તેની જાતે જ ચાલવા લાગ્યું, વીડિયો જોઈને લોકો પણ રહી ગયા દંગ, જુઓ

થોડા વર્ષો પાછળ આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુઓ એવી હતી જેના દ્વારા માણસોનું કામ ખુબ જ વધી ગયું હતું, પરંતુ આજે ટેકનોલોજીનો એવો વિકાસ થયો છે કે આજે ઘણા બધા કામો એટલા સરળ બની ગયા છે કે જેની ખુદ માણસે પણ કયારેય કલ્પના નહિ કરી હોય. સોશિયલ મીડિયામાં આવી અવનવી ટેક્નોલોજીના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો લોકોને મૂંઝવણમાં મુકવાની સાથે-સાથે ખૂબ મનોરંજન પણ કરી રહ્યો છે.

કોઈપણ જગ્યાએ મુસાફરી કરવા માટે, તમારી પાસે ટ્રાવેલિંગ બેગ પણ હોવી જોઈએ. આમાં, તમે તમારી જરૂરિયાતની વસ્તુઓ રાખો અને ટૂર અને ટ્રાવેલ માટે બહાર જાઓ. પરંતુ ચોક્કસ તમે ક્યારેય એવી બેગ નહીં જોઈ હોય જે પોતાની જાતે જ ફરવા લાગે. આ વીડિયોમાં એક વ્યક્તિ એરપોર્ટ પર ક્યાંક જતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિના હાથમાં કાળી બેગ છે. પરંતુ જ્યારે તમે તેની પાછળ વાઇન રંગની બેગ જોશો ત્યારે તમારું માથું ચકરાવા લાગશે.

હકીકતમાં વીડિયોમાં જોઈ શકાય છે કે આ ટ્રાવેલિંગ બેગ વ્યક્તિનો પીછો કરી રહી છે. આ વ્યક્તિએ ન તો બેગ પકડી છે અને ન તો બેગ સાથે કોઈ તાર જોડાયેલ છે, જેની મદદથી બેગ આગળ વધી શકે છે. આ ટેક્નોલોજી જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી.

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોને 16.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લાખો લોકોએ તેને લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

Niraj Patel