ખબર

59 વર્ષના વૃદ્ધને MRI મશીનમાં નાખીને ભૂલી ગયો ટેક્નિશિયન, જાણીને તમે પણ પડી જશો અચંબામાં

ફરી એક વાર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હરિયાણામાં પંચકુલા સેક્ટર-6માં હોસ્પિટલના એક વૃદ્ધને એમઆરઆઈ મશીનમા નાખીને ટેક્નિશિયન ભૂલી ગયો હતો. ત્યારબાદ આ વૃદ્ધનો શ્વાસ ઘૂંટાવા લાગતા તેને બહાર નીકળવાની કોશિશ કરી હતી. પરંતુ બેલ્ટ બંધ હોવાને કારણે તે લાંબા સમય સુધી સફળ થયા ના હતા. પરંતુ છતાં પણ વૃદ્ધએ કોશિશ કરતા મશીનથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

Image Source

જાણકારી મુજબ પંચકૂલામાં આવેલા એમઆરઆઈ એન્ડ સીટી સ્કેન સેન્ટરમાં રામ મેહર નામના વૃદ્ધ બીમાર હોવાને કારણે ડોક્ટરોએ એમઆરઆઈ કરાવવાની સલાહ આપી હતી. પરંતુ રામ મેહર એમઆરઆઇ કરાવવા ગયા ત્યારે ટેક્નિશિયન તેને બહાર કાઢતા ભૂલી ગયો હતો. પરંતુ તેનો બ્લેટ તૂટી જતા તે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ આ વૃધ્ધે કમર્ચારીઓ પર આરોપ લગાવી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજને આ મામલે ફરિયાદ કરી હતી.

Image Source

એક રિપોર્ટ્સ મુજબ આ વૃધ્ધે કહ્યું હતું કે, જો તે 30 સેકન્ડ મોડા બહાર નીકળ્યા હોત તો તેનું મોત નિશ્ચિત હતું. જયારે આ મામલે સેન્ટરના ઇન્ચાર્જ સાથે વાત કરી તો તેને બધા આરોપ પાયા વિહોણા ગણાવ્યા હતા, સાથે જ કહ્યું હતું કે, એવું થયું જ નથી કે વૃદ્ધને મશીનમાં રાખી ટેક્નિશિયન ભૂલી ગયા હોય.

ઇન્ચાર્જે કહ્યું કર વૃદ્ધ વ્યકિતને ટેક્નિશ્યન જ બહાર કાઢ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, વૃદ્ધને 20 મિનિટ સુધી સ્કેન કરવાના હતા. અને 3 છેલ્લી મિનિટ સુધી સીક્વંન્સલેવાનું હતું. પરંતુ છેલ્લી 2 મિનિટમાં વૃદ્ધ ગભરાવા લાગ્યા હતા. ત્યારે ટેક્નિશિયન બીજા મશીનામ નોટ્સ ચડાવી રહ્યા હતા. પરંતુ છેલ્લી 1 મિનિટ બાકી રહી તો ટેક્નિશિયને જોયું તો વૃદ્ધ અડધા બહાર હતા, તો તુરંત જ તેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.