રસોઈ

ટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા રહી જશે…રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ

ગરમા ગરમ આલુ પરોઠા ની ટમેટો સૂપ સાથે મજા માણો

જ્યારે પણ પરોઠા ની વાત આવે ત્યારે ઘઉં ના પરોઠા ની યાદ આવે, પરંતુ જ્યારે પણ ભરેલા પરોઠા નું નામ આવે એટલે સૌ પ્રથમ આલુ ના પરોઠા જ ખાવા ની ઈચ્છા થઈ આવે છે. પરાઠા ની આ વિવિધ આઇટમો માં મેથી ના પરોઠા, ડુંગળી ના પરોઠા, કોબી ના પરાઠા વગેરે ખાવા ની મજા પડે છે. પણ આલુ પરોઠા નો સ્વાદ જ મજેદાર હોય છે. જો તેને લીલા મરચાં અને આદું મિક્સ કરી ને બનાવવા માં આવે તો તેના સ્વાદ માં ખુબ વધારો થાય છે. વિશેષ કરીને ને આલુ પરોઠા ખાવા ની મજા શિયાળા માં આવે છે. આલુ પરોઠા માં કેલેરી નું પ્રમાણ 329 હોય છે.

આલુ પરાઠા બનાવવા માટે ની સામગ્રી

 • ઘઉં નો લોટ – એક કપ
 • બે બટેટા – બાફેલા
 • લીલા મરચાં – 2 (ઝીણા સમારેલા)
 • આદું – એક નાનો કટકો (ઝીણું ખમણેલું)
 • કોથમીર – 1 મોટો ચમચો (ઝીણી સમારેલી)
 • કસૂરી મેથી – એક ચપટી પીસેલી
 • ચાટ મસાલો – એક નાનો ચમચો
 • ગરમ મસાલો – એક નાની ચમચી
 • લાલ મરચાં નો પાઉડર – સ્વાદ અનુસાર
 • મીઠું – સ્વાદ અનુસાર
 • ઘી – શેકવા માટે
 • તેલ – એક મોટો ચમચો

આલુ પરાઠા બનાવવા માટે ની રીત

• સૌ પ્રથમ એક વાસણ લો, તેમાં ઘઉં ના લોટ ને ચાળી નાખો, પછી તેમાં તેલ, અડધી ચમચી મીઠું અને પાણી નાખી લોટ ને બાંધી લો. લોટ માં પાણી ધીમે-ધીમે નાખવું. • આ પરાઠા ને ભરવા માટે બટેટા ને બાફી ને તેની છાલ કાઢી નાખો. પછી તેને પીસી નાખો. તમે પોતાના હાથ દ્રારા પણ છુંદો કરી શકો છો.

• પીસેલા બટેટા માં હવે લીલા મરચાં, આદું, કોથમીર, લાલ મરચાં નો પાઉડર, કસૂરી મેથી, ચાટ મસાલો અને મીઠું નાખી ને બરાબર મિકસ કરી નાખો. • હવે પાટલી-વેલણ લઈ, બાંધેલા ઘઉં ના લોટ ના લૂઆ વાળી નાખો. હવે તેમાથી એક લૂઓ લો તેને થોડો વણો પછી રોટલી ની બરાબર વચ્ચે બટેટા નું મિશ્રણ મૂકો, અને રોટલી ને પોટલી જેવો આકાર આપી તેને બંધ કરી દો.

• હવે હળવા હાથે ફરી તેને ગોળ બનાવી લો. • એક લોઢી લો, તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. લોઢી ને થોડી ઘી વડે ચીકણી કરી લો. • ઘી ના ગરમ થતાં જ લોઢી માં પરાઠા ને નાખી દો, અને તેની બંને બાજુ પર ઘી લગાવી દો. પરાઠા ને ઉલટ-સૂલટ કરી ને બંને બાજુ બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી શેકી લો.

• બધા જ પરાઠા આવી રીતે શેકી લો, પરોઠા શેકાઈ ગયા પછી ગેસ બંધ કરી દો.

સલાહ

જો ઈચ્છો તો બે અલગ-અલગ એક જ સાઇઝ ની રોટલી બનાવી ને તેની વચ્ચે આલુ નું તૈયાર કરેલ મિશ્રણ રાખી શકો છો.
આમ બનાવતી વખતે રોટલી ની બંને કિનાર ને હળવા હાથે સારી રીતે ચીપકાવી દો, જેથી કરીને આલુ બહાર ના આવે. આવી રીતે કર્યા પછી તમે તેને હળવા હાથે વણી પણ શકો છો.

ટમેટો સૂપ બનાવવા માટે ની સામગ્રી

 • • ટામેટાં – 4 થી 5 બાફેલા
 • • ગોળ અથવા ખાંડ – 1 નાની વાટકી
 • • મીઠું – સ્વાદ અનુસાર
 • • લાલ મરચાં નો પાઉડર – 1 નાની ચમચી
 • • તીખા, તજ, લવિંગ નો મિક્સ મસાલો – 1 નાની અડધી ચમચી

ટમેટો સૂપ બનાવવા માટે ની રીત

• સૌ પ્રથમ ટામેટાં ને ધોઈ નાખો, પછી તેને કુકર માં બાફવા માટે મૂકી દો, એક થી બે સીટી કરી કુકર ને બંધ કરી દો. • કુકર માથી હવા નીકળી ગયા પછી ટામેટાં બહાર કાઢી તેની છાલ કાઢી નાખો, ત્યાર બાદ તેને ગ્લેંડર માં પીસી લો, જરૂર જણાય તો પાણી નાખવું. પછી ધીમા તાપે ગેસ પર મૂકી દો.

• ત્યાર બાદ તેમાં ગોળ અથવા ખાંડ નાખી મિક્સ કરી લો. • હવે મીઠું, ગરમ મસાલો, તીખા, તજ અને લવિંગ નો દળેલો મસાલો નાખી તેને સારી રીતે મિક્સ કરી નાખો. સૂપ ને સતત હલાવતા રહો. જેથી કરી ને મસાલો સારી રીતે ભળી જાય. • 5 થી 6 મિનિટ માટે સૂપ ને ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો. આમ તૈયાર છે તમારો ટમેટો સૂપ.

• ચાલો તો તમે નોંધી ને, સ્વાદિષ્ટ આલુ પરાઠા અને તીખા ચટપટા ટામેટાં ના સૂપ ની રેસીપી, તો હવે ઘરે બનાવો અને પરિવાર સાથે તેનો આનંદ માણો.

માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ