ટી-20 વર્લ્ડ કપમાં આ આલીશાન હોટલ બનશે ટીમ ઇન્ડિયાનો ઉતારો, અંદરનો નજારો જોઈને હોશ ખોઈ બેસસો

હાલ તો આઇપીએલનો માહોલ દુનિયાભરમાં છવાયેલો છે. આઇપીએલનો પહેલો હાફ કોરોનાના કારણે અટકી ગયો હતો જેના બાદ યુએઈમાં ફરીથી આઇપીએલનો સેકેંડ હાફ શરૂ થયો અને ખેલાડીઓ સાથે દર્શકો પણ ક્રિકેટની રમતનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ત્યારે આઇપીએલ 2021ની ફાઇનલની મેચના બરાબર 2 દિવસ પછી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે.

ત્યારે હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ દુબઈની “Th8 Palm” હોટલમાં રોકાઈ શકે છે. જેમાં હાલ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ રોકાઈ છે.  ન્યુઝ એજન્સી એએનઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ નિર્ણય થવાનો બાકી છે. પરંતુ બીસીસીઆઈની નજર આ હોટલ ઉપર છે.

ભારતીય ટીમનો કોચિંગ સ્ટાફ અહીંયા 2 ઓક્ટોબરના રોજ આવશે અને 6 દિવસનો કવરેન્ટાઇન પિરિયડ પૂરો કરશે. પામ જુમેરીયા આઇલેન્ડ ઉપર બનેલા આ આલીશાન હોટલમાંથી સમુદ્રનો નજારો પણ ખુબ જ સુંદર રીતે જોવા મળે છે.

આ આલીશાન હોટલની અંદર 162 ઓરડાઓ છે. અહીંયા આવનારા મહેમાનોને ટોપ ક્લાસ સર્વિસ મળે છે જેમાં ઇન્ફિનિટી પુલ, વોટર સ્પોર્ટ્સ, સિગ્નેચર બેન્ચફ્રન્ટ રેસ્ટોરન્ટ, વીઆઈપી કબાના અને આઉટડોર એન્ટરટેટમેન્ટ એરિયા સામેલ છે.

આ હોટલની અંદરના બધા જ રૂમ ખુબ જ લક્ઝુરિયસ છે. રૂમની બારીઓમાં કાચની પેનલ લાગેલી છે જેના કારણે અહીંયા રહેવા વાળા મહેમાનો બહારના નજારાનો લુપ્ત પણ ઉઠાવી શકે. જો તમે પણ આ હોટલની અંદર રોકાવવા માંગો છો તો એક રાત રોકાવવા માટે તમારે 30 હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે.

“Th8 Palm” હોટલની અંદર અલગ અલગ પ્રકારના રેસ્ટોરન્ટ પણ છે, જેની અંદર તમે અલગ અલગ વ્યંજનોનો સ્વાદ પણ માણી શકો છો. ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બલ્લેબાજ સુરેશ રૈનાએ પણ હાલમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં હોટલની બહારનો શાનદાર નજારો જોવા મળ્યો હતો.

આ હોટલની અંદર એક મોટું જિમ પણ આવેલું છે, જેના કારણે હોટલમાં રોકનાર ખેલાડીઓ પોતાની ફિટેનસનું પણ ધ્યાન રાખી શકે અને જિમમાં પરસેવો પણ વહાવી શકે. આ હોટલની તસવીરો જોતા જ તેની સુંદરતાનો ખ્યાલ આવે છે.

Niraj Patel