ખબર

ટીમ ઇન્ડિયા મેચ હાર્યું તો બોલિવૂડના કલાકારોએ કહ્યું આવું ? જાણો કોણે શું કીધું

ટિમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની વિશ્વ કપ સેમિફાઇનલમાં ઇન્ડિયાનો 18 રને પરાજય પછી કેટલાક બોલિવૂડ કલાકારોએ ટિમ ઇન્ડિયાને સમર્થન આપવા માટે આગળ આવ્યા અને કહ્યું કે ટીમ ઇન્ડિયાના પ્રયાસો પર તેમને ગર્વ છે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર ઇન્ડિયન ટિમ 240 રનને ચેઝ કરતા 221 રન કરીને વર્લ્ડકપમાંથી બહાર થઇ ગઈ હતી.

Image Source

બોલિવૂડના કલાકારો ટિમ ઇન્ડિયાને પ્રેમ અને શુભકામના આપતા હતા પરંતુ જીત હાથમાંથી ગયા પછી પણ બોલિવૂડ કલાકારોએ તેમનો આભાર અને રિસ્પેક્ટ આપીને તેમને સપોર્ટ કર્યું. તો ચાલો જાણીએ કોને શું કીધું છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું કે, “કબૂલાત: બાકી બધી વસ્તુ બાજુમાં રાખો, આ વાત ચોક્કસ સ્વીકારું છું કે કાલ રાતની હારથી દુઃખી છું, પરંતુ આ પણ પસાર થઇ જશે, સારા સમયે સારું પરિણામ આશ્વાશન અને આત્મવિશ્વાસ પાછો લઈને આવશે.”

વરુણ ધવને ટ્વીટ કરતા લખ્યું છે કે, “રિસ્પેક્ટ અને આભાર ટિમ ઇન્ડિયા બધી વસ્તુ આપવા માટે.”

આમિર ખાન : હાર્ડ લક વિરાટ. આજે આપનો દિવસ ન હતો. મારા માટે ભારત પહેલા જ વર્લ્ડ કપ જીતી ગઈ છે, જયારે અપને નંબર વન ટીમને રૂપમાં સૂચિના શીર્ષમાં સેમી ફાઇનલ માટે પોતાની જગ્યા બનાવી. મિત્રો આખી ટુર્નામેન્ટમાં તમે સારું રમ્યા છો. જો કાલે વરસાદ ન પડ્યો હોત તો પરિણામ અલગ જ હોત, પરંતુ તમારા સારા પ્રદર્શન માટે, ટીમ પર ગર્વ છે.

અર્જુન રામપાલ: ટીમ ઇન્ડિયાને પ્રેમથી સપોર્ટ કર્યો હતો. તમે બધા સારું રમ્યા. કદાચ આજનો દિવસ આપણો ન હતો. હું સમજી શકું છું કે તમે બધા નિરાશાજનક મહસૂસ કરતા હશે. તમારો આભાર એ બધી મેચમાં જેમાં તમે જીત્યા હતા. ટીમને પ્રેમ કરું છે.

અનિલ કપૂર: આપણે કેટલુંક મેળવીએ છીએ, કેટલુંક ગુમાવીએ છીએ, પણ આ ખાલી રમત અને એનું જનુન આપણને એક બનાવીને રાખે છે તેને વિશે છે. ટીમ ઇન્ડિયા સારું રમ્યા.

સિદ્ધર્થ મલ્હોત્રા: તમે બધા ખુબ જ સારું રમ્યા. મારા માટે આ રમત જોવું ખૂબ જ અઘરી હતી. બસ થોડાક જ દૂર હતા જીતથી.

શાહિદ કપૂર : જયારે તમે સૂચીમાં પહેલા આવ્યા હતા ત્યારે તમે સાબિત કરી દીધું હતું કે તમે સંસારમાં સર્વશ્રષ્ઠ છો અને એક ખરાબ દિવસ ખાલી ખરાબ દિવસ જ હોય છે. નિઃસંદેહ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ટ છે. તેના પર ગર્વ છે.

સ્વરા ભાસ્કર : ટીમ ઇન્ડિયા અમે તેમને પ્રેમ કરીએ છીએ.

શેખર કપૂર: તમારી પાસે જેટલું હતું તમે તેનાથી વધારે આપ્યું છે. તમે અમને ગર્વિત થવાનું, છાતી ફુલાવવાનું અને સિંહ જેવી ગર્જના કરવાનું કારણ આપ્યું છે. સ્ટેન્ડ ટોલ વિરાટ કોહલી. જય હિન્દ.

સોનુ સુદ : અમારા હીરો તમે તમારું સર્વશ્રેષ્ટ આપ્યું અને અમને તમારા પર ગર્વ છે ટીમ ઇન્ડિયા. રવિન્દ્ર જાડેજા અને એમ એસ ધોની સારું રમ્યા. તમારા પ્રયાસે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

બિપાશા બસુ : ટીમ ઇન્ડિયાને ભવિષ્યના પડકારો માટે ઓલ ધ બેસ્ટ. અમને તમારા પર ગર્વ છે. આજનો દિવસ ખરાબ હતો. ધોની તમે અને જાડેજા ખુબ જ સારું રમ્યા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks