મસ્તીના મૂડમાં ભારતીય ટીમ, સમુદ્રમાં શર્ટ ઉતાર્યો વિરાટ કોહલી તો રોહિત શર્માએ માણી બોટિંગની મજા, વીડિયો થયો વાયરલ

વિરાટ કોહલી શર્ટ કાઢ્યો, રોહિત શર્માએ ચલાવી બોટ, વીડિયો જોઈને યુવતીઓ થઇ પાગલ

એશિયા કપમાં પોતાની બે શરૂઆતી મેચ જીત્યા બાદ ભારતીય ટીમ મજાના મૂડમાં જોવા મળી રહી છે. UAEમાં ટીમ ઈન્ડિયા દરિયામાં મસ્તી કરતી જોવા મળી હતી. બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ સહિત લગભગ આખી ટીમ દરિયામાં બોટિંગ અને અલગ-અલગ એક્ટિવિટી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ચહલે કહ્યું કે રજાના દિવસે નક્કી કર્યું હતું કે એક મજેદાર એક્ટિવિટી કરવી જોઈએ એટલે જ અમે અહીં આવ્યા છીએ અને ખૂબ જ મજા આવવાની છે.

સૌએ બીચ પર વોલીબોલની મજા પણ માણી હતી. યુઝીએ કહ્યું કે આવી પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ, તેનાથી ટીમ મજબૂત બને છે. વીડિયોની વાત કરીએ તો, વિરાટ કોહલી શર્ટલેસ જોવા મળી રહ્યો છે. ઓપનર કેએલ રાહુલ અને અર્શદીપ સિંહ સર્ફિંગ કરી રહ્યા છે, જ્યારે કેપ્ટન રોહિત શર્મા બોટિંગની મજા માણી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિને પેડલ પણ બોટ ચલાવતા જોવા મળી રહ્યા છે. ત્યાં મોટાભાગના ખેલાડીઓ વોલીબોલ રમતા જોવા મળે છે.

વીડિયોની શરૂઆતમાં અર્શદીપ સિંહની એન્ટ્રી છે, ત્યારબાદ વિરાટ કોહલી, કોચ રાહુલ દ્રવિડ પણ જોવા મળે છે. એશિયા કપમાં ભારતીય ટીમે સૌથી વધુ વખત ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ 5 વખત એશિયા કપ જીત્યો છે.ત્યાં પાકિસ્તાન માત્ર બે વખત આ ખિતાબ જીતી શક્યું છે. આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. જો ટીમ આ વર્ષે પણ એશિયા કપ જીતે છે, તો આ 8મી વખત હશે જ્યારે ભારત આ ટાઇટલ જીતશે. આ વીડિયો શેર કરી BCCIએ લખ્યુ છે- Time for some surf, sand & beach volley!

તમને જણાવી દઇએ કે, એશિયા કપમાં ભારતીય ટીમે પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે ભારતીય ટીમ સુપર-4 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.હવે ભારતીય ટીમે તેની આગામી મેચ રવિવારે (4 સપ્ટેમ્બર) રમવાની છે. આ મેચ પાકિસ્તાન અથવા હોંગકોંગ વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે થશે.

આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે બ્રેક માટે ઘણો સમય છે.આ બ્રેક ટાઈમનો ફાયદો ઉઠાવતા ભારતીય ખેલાડીઓ દરિયામાં અને તેના કિનારે મસ્તી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ દુબઈના પામ જુમેરાહ રિસોર્ટમાં રોકાઈ રહી છે. આ હોટેલ સમુદ્રના કિનારે છે.

Shah Jina