આઈસીસી વર્લ્ડ કપના મુકાબલામાં બાંગ્લાદેહની વિરુદ્ધમાં ટિમ ઇન્ડિયાને ચીયર કરનારી 87 વર્ષીય ચારુલતા પટેલને પેપ્સિકોએ તેમની એડ કેમપેઈનમાં શામેલ કર્યો છે. બર્મિંગમ બાંગ્લાદેશ સામેના મુકાબલામાં મેચ જીત્યા બાદ ભારતીય કેપિટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ તે વૃદ્ધ મહિલાની મુલાકાત લીધી હતી. ચારુલતા સાથેના ક્રિકેટરના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થયા હતા.
View this post on Instagram
ટ્રિપોર્ટ્સ અનુસાર,પેપ્સિકોએ ચારુલતા પટેલને વર્લ્ડકપમાં ‘સ્વેગ સ્ટાર’ ના તોર ઉપર ડેબ્યુ કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પેપ્સીકોએ આઈસીસી વર્લ્ડકપ 2019માં હેઝટેગ #HarGhoontMeinSwagHai સાથે જાહેરાત અભિયાન ચલાવે છે. આજે ટિમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ છે.ત્યારે આ મેચ વચ્ચે કોલ્ડડ્રીંક ‘પેપ્સી’એ એક ક્રિકેટ ફેન્સ આધારિત ઇસ્પિરેશનલ વિડીયો બનાવ્યો છે. જેનું ટાઇટલ હે ‘પેપ્સી ફેન એન્થમ’.
આ વીડિયોની ટેગ લાઈન છે.’ હર ફેન મેં સ્વેગ, હર ઘૂંટ મેં સ્વેગ’ આ વીડિયોએ દાદી ખાસ અંદાજમાં જોવા મળે છે. આ વીડિયોમાં ચારુલતાને સૌથી વધુ નોટિસ કરવામાં આવ્યા છે. ચારુલતા વીડિયોના એન્ડ દેખાય છે. વીડિયોમા એનો ડાયલોગ્સ છે ‘સ્વેગ સરસ છે ‘પેપ્સી સરસ છે ‘. પેપ્સિકોના પ્રવક્તાએ આ મુદ્દે જણાવ્યું હતું કે,રમત પ્રત્યેની દીવાનગી દેખાડે છે કે જીવનના અદભુત પળોને જીવવા માટે કોઈ ઉંમર નથી હોતી.
View this post on Instagram
બાંગ્લા દેશની સામે મેચમાં વુવુંઝરણાં વગાડતી આ મહિલાના ફૂટેજ પણ સામે આવ્યા હતા. ચારુલતાએ કહ્યું છે કે,વર્લ્ડકપ ભારત જ જીતશે.ચારુલતા પટેલે કહ્યું હતું કે ઇન્ડિયની ટિમ છે. તેની ટીમને સપોર્ટ કરે છે. વધુમાં કહ્યું હતું કે, જયારે હું આફ્રિકામાં હતી ત્યારથી ક્રિકેટ જોવ છું વર્ષોથી હું ટીવીમાં ક્રિકેટ જોતી હતી. કારણકે ત્યારે હું કામ કરતી હતી. હવે હું નિવૃત થઇ ગઈ છૂ.એટલે લાઈવ જોવ છું.
Good luck @nsitharaman ji. You are an inspiration for all our @NanhiKali girls around the country. Hoping to see you hit many boundaries in the parliament ‘stadium’ this morning!
— anand mahindra (@anandmahindra) July 5, 2019
આ મહીલાને જોઈને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ મહિલાની મેચની ટિકિટ ઓફર કરી હતી. મહિન્દ્રાએ આ મહિલાંને મેચની વિનર બતાવી હતી. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’પરંપરાગત રીતે હું ક્યારે પણ મેચ નથી જોતો પરંતુ આ વૃદ્ધ ભારતીય ફેનને જોયા બાદ ટીવી જોવ છે. સાચે જ એક મેચ વિનર છે.
ચારુલતા રાતોરાત ઇન્ટરનેટ સેન્સન બની ગઈ હતી. ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ પણ તેનો આભાર માણવા માટેર ટ્વીટનો સહારો લીધો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks