શર્ટ કાઢી અને આરામથી કલાસરૂમની અંદર બેન્ચ ઉપર સુઈ ગયા સરકારી શાળાના શિક્ષક, ગંદકીમાં વિદ્યાર્થીઓ કરવા લાગ્યા મધ્યાનભોજન, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર સરકારી શાળામાં કેવા કેવા કામ થતા હોય છે તેના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, હમણાં થોડા દિવસ પહેલા જ એક શિક્ષિકાએ વરસાદમાં પોતાના કપડાં ના બડગે તે માટે થઈએં બાળકો ને કીચડમાં ઉભા રાખી અને અને પોતે ખુરશીના પુલ ઉપરથી પસાર થતો વીડિયો વાયરલ થયો હતો, જેના બાદ કાર્યવાહી કરતા શિક્ષિકાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, જેના બાદ હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક શિક્ષક શર્ટ કાઢીને ક્લાસરૂમમાં આરામથી સુતા જોવા મળે છે.

મામલો બિહારના વૈશાલીના દેશરી બ્લોક વિસ્તારનો છે, જ્યાં ભીખાનપુરા મિડલ સ્કૂલના એક શિક્ષક ક્લાસમાં સૂતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકો ગંદકી અને કચરા વચ્ચે મધ્યાહન ભોજન લઈ રહ્યા છે. આ વીડિયો 25 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં સ્કૂલના શિક્ષક મિથલેશ કુમાર ક્લાસ રૂમમાં જ સૂઈ રહ્યા છે, જ્યારે બાળકો ગંદી જગ્યાએ ખાવાનું ખાતા જોવા મળે છે.

જોકે, આરોપી શિક્ષક મિથલેશ કુમારે જણાવ્યું કે તેની તબિયત ખરાબ હતી જેના કારણે તે ક્લાસ રૂમમાં સૂઈ ગયો હતો. ઉપરાંત શાળાના મુખ્ય શિક્ષિકાએ શિક્ષકનો બચાવ કરતા જણાવ્યું હતું કે, નાદુરસ્ત તબિયતના કારણે શિક્ષક ઊંઘી ગયો હતો, જે અંગે બ્લોક શિક્ષણ અધિકારીએ ખુલાસો મોકલવા જણાવ્યું છે, જેનો જવાબ આપવાની તૈયારી ચાલી રહી છે.

આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ સ્કૂલ ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે અને આ પહેલા પણ સ્કૂલમાં ઓર્કેસ્ટ્રાનો વીડિયો વાયરલ થયો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર આ શાળાના શિક્ષક અને શાળાના ગેરવહીવટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આથી જોવાનું એ રહેશે કે વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે કે પછી શાળા પ્રશાસન અને વિભાગ માત્ર આ મામલાને ઢાંકવામાં સામેલ છે.

Niraj Patel