સુરેન્દ્રગરમાં શિક્ષકે ગુરુ-શિષ્યના સંબંધોને લજવ્યા, ટ્યુશનમાં આવતી 17 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયો અને પછી…

સોશિયલ મીડિયા અને સમાચારમાં રોજ એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે, ઘણા લોકો સંબંધોનો દુરુપયોગ કરતા હોય છે અને મહિલાઓ તેમજ યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતા હોય છે. શિક્ષકો પણ પોતાની વિધાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે સંબંધો બાંધતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

થોડા સમય પહેલા સુરેન્દ્રનગરમાં એવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં એક ટ્યુશનના શિક્ષકે તેને ત્યાં ટ્યુશનમાં આવતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે સંબંધો બાંધ્યા હતા અને પછી આ શિક્ષક સગીરાને ભગાડી પણ ગયો હતો. આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહેલા શિક્ષક સુનિલ દાવડાએ તેને ત્યાં ટ્યુશનમાં આવતી 17 વર્ષની સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ ઘટનાને લઈને સગીરાના પરિવારજનોએ પોલીસ  ફરિયાદ પણ નોંધાવી હતી.

પરંતુ ફરિયાદ નોંધાયાના દોઢ મહિના બાદ પણ સગીરા અને શિક્ષકની કોઈ ભાળ મળી નહોતી. આ બાબતે સગીરાની માતાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “મારી 17 વર્ષની દિકરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડીને લઇ ગયો છે. એ જીવે છે કે મરી ગઇ છે એની પણ મને ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દિકરીને ભગાડી ગયો છે. હજી સુધી એની કોઇ ભાળ મળી નથી. હું બધાને પગે લાગીને વિનંતી કરૂ છુ કે, મારી દિકરીને મારી પાસે હાજર કરો !”

Niraj Patel