ક્યુટ બાળકની માફી અને રૂઠેલા ટીચરનો વીડિયો વાયરલ થયા બાદ પોતે ટીચરે જણાવ્યુ કે કેમ થઇ ગઇ હતી નારાજ

આ સુંદર ટીચર કેમ નારાઝ થયા હતા? ટીચર વિશાખા ત્રિપાઠીએ જણાવી પૂરી કહાની

સોશિયલ મીડિયા પર એક મહિલા શિક્ષક અને નાના બાળકનો વીડિયો વાયરલ થયો હતો, જેને 13 દિવસમાં જ કરોડો લોકોએ જોયો હતો. આ વીડિયો પહેલા બિહારનો જણાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તે પ્રયાગરાજની શેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલનો હોવાનું સામે આવ્યુ હતુ. છેલ્લા 2 વર્ષથી પ્રયાગરાજના નૈની વિસ્તારમાં ADA કોલોનીમાં શેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલ ચાલી રહી છે અને વીડિયોમાં દેખાતી ટીચરનું નામ વિશાખા ત્રિપાઠી છે, જે નૈની વિસ્તારમાં રહે છે. વિશાખા છેલ્લા ઘણા સમયથી અધ્યાપન ક્ષેત્રે કાર્યરત છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે,

તેમાં વિશાખા ત્રિપાઠીને મનાવવા માટે એક સ્ટુડન્ટે અનોખી અને ક્યુટ પદ્ધતિ અપનાવી છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહી મળી છે. વિશાખા ત્રિપાઠીએ કૃષિ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તેમની શીખવવાની શૈલીને બાળક તેમજ સાથી શિક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવે છે. તેમના ઉપદેશનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સપ્ટેમ્બરનો જણાવવામાં આવી રહ્યો છે. તે દિવસે પણ શાળામાં રોજની જેમ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. તે દરમિયાન શિક્ષિકા વિશાખા ત્રિપાઠીએ લોઅર કેજીમાં અભ્યાસ કરતા અથર્વ સેનને બદમાશી કરતા પકડ્યો હતો.

આ પછી વિશાખાએ અર્થવને સમજાવવા માટે અનોખી રીત અપનાવી. વિશાખા ત્રિપાઠીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ વીડિયો બે ત્રણ સપ્તાહ જ જૂનો છે. વાસ્તવમાં તે LKGની ક્લાસ ટીચર છે. વર્ગમાં પ્રવૃતિ થતી હતી. આ દરમિયાન એલકેજી ક્લાસનો બાળક અથર્વ સેન તોફાન કરી રહ્યો હતો, તેને સમજાવવા માટે વિશાખાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને પછી તેણે અથર્વને તોફાન ન કરવાનું કહ્યું, તે જ સમયે જ્યારે બાળકનું તોફાન બંધ ન થયું ત્યારે વર્ગ શિક્ષિકા વિશાખા ત્રિપાઠી અથર્વથી નરાજ અને ગુસ્સે થઇ. આ પછી તેણે અર્થવએ શિક્ષકને મનાવવાનું શરૂ કર્યું અને તેણે કહ્યુ કે, તે તોફાન નહિ કરે.

અથર્વની આ ક્યૂટ એક્ટિંગ જોઈને ત્યાં હાજર ટીચરે તેનો આ વીડિયો બનાવ્યો. આ પછી તેણે આ વીડિયો વિશાખા ત્રિપાઠીને બતાવ્યો. વિશાખાએ તેના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર પણ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે શરૂઆતમાં આ વીડિયો બિહારનો જણાવવામાં આવી રહ્યો હતો. વિડિયો વાઈરલ થયા બાદ અથર્વના પરિવારજનોએ પણ તેને જોયો હતો. તે જ સમયે, અથર્વની માતાએ ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરતા કહ્યું કે,

વીડિયો વાયરલ થયા બાદ તે ખૂબ જ ખુશ છે કારણ કે જે રીતે લોકોનો તેના પુત્ર માટે પ્રેમ મળી રહ્યો છે તે જોઈને બધા ઘણા ખુશ છે. સાથે જ તેણે શિક્ષક અને શાળાનો પણ આભાર માન્યો છે.આજતક સાથે વાત કરતા વિશાખા ત્રિપાઠીએ કહ્યુ કે, પહેલા મને ખબર ન હતી કે મારો વીડિયો વાયરલ થઇ ગયો છે. ઘણા લોકોએ મને મોકલ્યો, મને ઘણી ખુશી છે. હું બધાને કહેવા માંગીશ કે પ્લીઝ ટીચર્સ બધા લોકો ગુરુ છો તો તેની જેમ જ વર્તો. મારવું એ અલગ વાત છે. બાળકને જેટલું પ્રેમથી હેન્ડલ કરશો એ તેટલું પ્રેમથી તમારી વાતો સાંભળશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina