ક્લાસમાં બાળક પાસે પોતાના હાથની મસાજ કરાવી રહી હતી શિક્ષિકા, ખબર પડતા જ મળી આ સજા

ચાલુ કલાસે વિદ્યાર્થી પાસે હાથનું મસાજ કરાવવું શિક્ષિકાને પડ્યું ભારે, વીડિયો સામે આવ્યા બાદ કરવામાં આવી સસ્પેન્ડ

આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોવા મળે છે જેને જોઈને કોઈને પણ હેરાની વ્યક્ત થાય. જેમાના અમુક ફની, પ્રેરણાત્મક કે વિચિત્ર વીડિયો પણ હોય છે. એવો જ એક હેરાન કરી દેનારો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી ગુસ્સો પણ ફાટી નીકડશે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્મિલા સિંહ નામની શિક્ષક જે ક્લાસરૂમમાં એક નાના વિધાર્થી પાસે પોતાના હાથની મસાજ કરાવી રહી છે. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે અને લોકો શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે.

માત્ર 34 સેકંડના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રાથમિક વિદ્યાલય પોંખરીમાં કાર્યરત સહાયક અધ્યાપિકા ઉર્મિલા સિંહ એક બાળક પાસે પોતાના હાથની મસાજ કરાવી રહી છે, રિપોર્ટમાં આધારે જ્યારે આ મસાજ કરવાની વાતની જાણ તઝાઈ ત્યારે શાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે હાજર ન હતી. એવામાં તેના પર બાળકો સાથે આવો ખરાબ વ્યવહાર  કરવા અને જાણ કર્યા વગર જ શાળામાં ગેરહાજર રહેવા માટે આરોપ લગાવવામાં આવ્યો છે. ઉર્મિલા પહેલા પણ બાળકો સાથે આવો વ્યવહાર કરી ચુકી છે, અને તેના વિરુદ્ધ ફરિયાદ પણ થઇ ચુકી છે.

ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં જ્યા શિક્ષકે પોતાના એક વિધાર્થીને હાથની મસાજ કરવા માટેનું કહ્યું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાનું કામ કરીરહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ તેની ફરિયાદ 14 જુલાઈના રોજ શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી અને તેમણે ટીચરના ખરાબ વ્યવહાર અને અનિયમિતતા માટે બીઈઓને ફરિયાદ કરી હતી અને તેને સ્પસેન્ડ કરવાની પણ માંગ કરી હતી. વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય જનતાનો પણ ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓનું કહેવું છે કે આવા શિક્ષકો હશે તો બાળકોનું શું ભવિષ્ય હશે, તેમને સપ્સેન્ડ કરી દેવા જોઈએ.

Krishna Patel