સ્કૂલના કાર્યક્રમમાં શિક્ષિકાને ચઢ્યો ડાન્સ કરવાનો નશો, “આપકે આ જાને સે…” ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે વીડિયો વાયરલ થતા જ મળી આ સજા, જુઓ વીડિયો

શિક્ષિકાએ શિક્ષકોની સામે જ મોજમાં આવીને કર્યો જબરદસ્ત ડાન્સ, બ્લેક સાડીમાં નાચતા જોઈને એક શિક્ષક પણ થયો બેકાબુ, હવે શિક્ષણ વિભાગે લીધા કડક પગલાં, જુઓ

Teacher danced in the school : સોશિયલ મીડિયામાં તમે ઘણા ડાન્સ વીડિયો વાયરલ થતા જોય હશે, જેમાં કેટલાક વીડિયોની અંદર લોકો એવા એવા ડાન્સ કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ. તો કેટલાક વીડિયો ચર્ચામાં પણ આવી જાય છે. હાલ એવો જ એક વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં એક મહિલા ટીચરે ડાન્સ તો કર્યો પરંતુ તે મુસીબતમાં ફસાઈ ગઈ.

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક સરકારી શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં એક શિક્ષિકાએ “દિલ બહેલતા હૈ મેરા, આપકો આ જાને સે’ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. જો કે, આ ડાન્સ શિક્ષિકા માટે મુસીબત લઈને આવ્યો.  આ મામલે શાળા શિક્ષણ વિભાગે ઈન્ચાર્જ બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે.  જણાવી દઈએ કે સરકારી શાળામાં ટીચર્સ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ટીચરે આ ડાન્સ કર્યો હતો.

શિક્ષિકાના જબરદસ્ત ડાન્સ વચ્ચે અન્ય એક શિક્ષકે શિક્ષિકા સાથે ડાન્સ કરવાનું શરૂ કર્યું. 100 જેટલા શિક્ષકોની હાજરીમાં રજૂ કરાયેલા આ ડાન્સને સારો આવકાર મળ્યો હતો. જો કે વિભાગે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે આ વીડિયો 16 મેનો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે, CCLE તાલીમના પ્રભારી અરવિંદ યાદવે કહ્યું કે “આ ડાન્સ તાલીમ શિબિર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનો એક ભાગ છે.”

વાયરલ વીડિયોમાં શિક્ષિકા સાથે ડાન્સ કરતી વખતે એક શિક્ષક ફ્લાઈંગ કિસ પણ કરતો જોવા મળી રહ્યો છે, જેના કારણે હંગામો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સે ટીચરના ડાન્સના વખાણ કર્યા તો કેટલાકે તેને અણઘડ ગણાવ્યો. આ ઉપરાંત ઘણા વપરાશકર્તાઓએ શિક્ષકો પર લેવામાં આવેલા પગલાની ટીકા કરી હતી. યુઝર્સે કહ્યું કે આ ડાન્સ શિક્ષકો વચ્ચેના સાંસ્કૃતિક કાર્યક્રમનો ભાગ હતો, તેથી કાર્યવાહી ન કરવી જોઈએ.

Niraj Patel