લો બોલો! ઓનલાઇન ક્લાસમાં સ્ટુડન્ટને થયો ટીચર સાથે પ્રેમ તો શિક્ષકે પણ કહી દીધુ I Love You Too, અને પછી થયું કંઈક આવું

કહેવાય છે ને કે પ્રેમ કયાં અને કોનાથી થઇ જાય તે તો કોઇ જાણતુ નથી. બિહારના ભાગલપુરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જયાં કોચિંગ શિક્ષકને તેમની વિદ્યાર્થીની સાથે પ્રેમ થઇ ગયો. કોરોના કાળમાં સ્કૂલ અને કોલેજ બંધ છે એવામાં ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા છે. ભાગલપુરમાં ફિજિક્સના કોચિંગ ચલાવનાર રોહિત પણ ઓનલાઇન ક્લાસ લે છે. આ દરમિયાન તેમને ક્લાસમાં બાંકાની રહેવાસી કાજલને જોઇ. અભ્યાસ દરમિયાન બંનેને પ્રેમ થયો અને વાત લગ્ન સુધી આવી ગઇ. ખાસ વાત તો એ છે કે આ લગ્ન દહેજ અને બેંડ બાજા બારાત વગર એક મંદિરમાં થયા.

ભાગલપુરના સુલ્તાનગંજ પ્રખંડ ક્ષેત્રના કટહરા પંચાયત અંતર્ગત કુમારપુર ગામ નિવાસી રોહિત કુમાર સુલ્તાનગંજ બાજાર બાંકાં જિલાંતર્ગત શંભૂગંજના ઝખરા નહર મોડ પર દિશા ફિજિક્સ નામે કોચિંગનું સંચાલન કરે છે. ત્યા બાંકાના શંભૂગંજ પ્રખંડના બિરનોઘા ગામની કાજલ ભણવા આવતી હતી. લોકડાઉનમાં શિક્ષણ સંસ્થા બંધ હોવાને કારણે ઓનલાઇન અભ્યાસ સાથે સાથે તેમનો પ્રેમ પણ વધતો ગયો. આ દરમિયાન બંનેએ ચોરી છૂપે લગ્ન કરી લીધા અને આ પર આપત્તિજનક ટિપ્પણીઓ બાદ પોતે રોહિતે એક ઓડિયો જારી કર્યો.

આ ઓડિયોમાં રોહિતે સ્વીકાર્યુ કે, તે બંનેએ પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન બાદ તેમના સ્વજનોએ રોહિત અને કાજલને સ્વીકાર કરી લીધા છે. તેણે કહ્યુ કે, પ્રેમ લગ્ન કરવા કોઇ ગુનો નથી. તેનાથી જાતિવાદ અને દહેજપ્રથા પર અંકુશ લાગશે. તેમના લગ્ન ગામમાં સ્થિત કાલી મંદિરમાં 2 જૂને થયા. લોકો આ લગ્નની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

Shah Jina