એક પ્રાઇમરી ટીચરે તેના દગાબાજ પ્રેમીની કરી હત્યા… જ્યારે ટીચરને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારે તે સહન ન કરી શકી અને તેણે તેના બોયફ્રેન્ડને તેના ઘરે બોલાવી, બેડરૂમમાં ચાકુ મારીને તેની હત્યા કરી દીધી. આ પછી લાશને બગીચામાં દફનાવી દીધી. વર્ષ 2021માં નોર્થમ્પટનમાં આ સનસનાટીભરી ઘટના બની હતી. 49 વર્ષીય ફિયોના બીલે 1 નવેમ્બર 2021ના રોજ તેના બોયફ્રેન્ડની હત્યા કરી હતી. સાડા ચાર મહિના પછી માર્ચ 2020માં તેના શરીરના અવશેષો મળી આવ્યા હતા.

49 વર્ષીય ફિયોના બીલ નામની પ્રાઇમરી ટીચરે તેના બોયફ્રેન્ડને પ્રેમ અને રોમાન્સના બહાને ઘરે બોલાવીને તેની હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ તેણે લાશને પોતાના ઘરના બગીચામાં દાટી દીધી હતી. બીલ અને તેનો બોયફ્રેન્ડ બિલિંગહામ છેલ્લા 17 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને રિલેશનશિપમાં હતા ત્યારે ટીચરના બોયફ્રેન્ડના અન્ય ઘણી મહિલાઓ સાથે સંબંધો હતા અને આશ્ચર્યની વાત એ છે કે તેણે પોતે જ બીલને આ બધી વાત કહી હતી. એક દિવસ બીલના બોયફ્રેન્ડે તેને એક પત્ર લખ્યો.
પત્રમાં તેણે પોતાની ભૂલ સ્વીકારતા લખ્યું,’હું મારી ભૂલ સ્વીકારું છું. તમે ખૂબ જ દયાળુ, ઉદાર અને વિશ્વની સૌથી સુંદર સ્ત્રી છો. હું વચન આપું છું કે તને ક્યારેય ઓછી આંકીશ નહીં. તને ક્યારેય બેકાર મહેસૂસ નહીં કરાવું. મારું શરીર, મારું હૃદય, મારો પ્રેમ હું તને મળ્યો ત્યારથી જ તારો જ છું અને હું મૃત્યુના દિવસ સુધી તારો જ રહીશ.’ આ પત્ર લખીને, બીલના બોયફ્રેન્ડે વિચાર્યું કે બધું બરાબર થઈ જશે, પરંતુ બીલનું હૃદય તેના બોયફ્રેન્ડ પ્રત્યે નફરતથી ભરાઈ ગયું. આ પછી બીલે તેના બોયફ્રેન્ડની હત્યા કરવાનું નક્કી કર્યું.

જો કે, તેણે તેના શબ્દો દ્વારા આવું કંઈપણ દેખાવા દીધું ન હતું. પોતાના પ્લાનિંગને પાર પાડવા માટે સૌ પ્રથમ તેણે ભાડે મકાન લીધું અને પરિવારથી દૂર રહેવાનું શરૂ કર્યું. આ પછી તેણે તેના બોયફ્રેન્ડને ફોન કર્યો અને ઘરે આવવા કહ્યું. બોયફ્રેન્ડને લાગ્યું કે બીલે તેને માફ કરી દીધો છે અને હવે બધું સામાન્ય થઈ ગયું છે. જો કે, બોયફ્રેન્ડ ઘરે આવે એ પહેલા બીલે બેડસાઇડ ટેબલમાં છરી છુપાવી હતી. જ્યારે બીલનો બોયફ્રેન્ડ ઘરે આવ્યો, ત્યારે તે તેને સીધી બેડરૂમમાં લઈ ગઇ અને બેડ પર સુવડાવી દોરડાથી બાંધી દીધો.
આ પછી બીલને આંખે પટ્ટી બાંધી. બોયફ્રેન્ડને તો પહેલા ખબર ન હતી કે આગામી થોડી ક્ષણોમાં તેની સાથે શું થવાનું છે. આ પછી બિલે તેના બોયફ્રેન્ડનું છરી વડે ગળુ કાપી નાખ્યુ. બોયફ્રેન્ડની હત્યા બાદ બીલે તેના શરીરને ઢાંકી દીધું અને બગીચામાં લાશ દફનાવી દીધી. તેણે જે બેડરૂમમાં આ કુકર્મ કર્યુ હતું તે બેડરૂમની સફાઈની સાથે તેણે તેને રંગ પણ આપ્યો હતો.
આ પછી તેણે લોકોને કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેને છોડીને બીજી સ્ત્રી સાથે ચાલ્યો ગયો છે. આ ઘટના ચાર મહિના પછી પ્રકાશમાં ત્યારે આવી જ્યારે બીલના માતા-પિતાએ પોલીસને ફોન કર્યો અને તેમની પુત્રીને બચાવવા માટે મદદ માંગી. માહિતી મળતા જ પોલીસ મદદ માટે આપેલા સરનામે પહોંચી. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની નજર ઉદાસ હાલતમાં બેઠેલી એક સ્ત્રી પર પડી, જે બીલ હતી. બીલને તાત્કાલિક તબીબી તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી. આ દરમિયાન એક પોલીસ અધિકારીનું ધ્યાન ઘરમાં રાખેલી ડાયરી તરફ ગયું.

પોલીસવાળાએ ડાયરીના પાના ફેરવીને થોડીક લાઇનો વાંચી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તરત જ પોલીસ હેડક્વાર્ટર ફોન કર્યો અને પોલીસ ફોર્સ બોલાવી, આ સાથે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી અને પછી ઘરની અંદરના બગીચાને ખોદવાનું કામ શરૂ થયું. થોડા ખોદકામ બાદ બગીચામાં દફનાવવામાં આવેલ બીલના બોયફ્રેન્ડની લાશ મળી આવી. આ હત્યા કેસમાં કડક કાર્યવાહી કરતા કોર્ટે બીલને 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
