ફિઝિક્સ ટીચરની પ્રાઇવેટ તસવીરો થઇ વાયરલ ! ભડકેલા પેરેન્ટ્સે વ્યક્ત કર્યો ગુસ્સો ! પછી ટીચરને કરવું પડ્યું આવું આવું

ફિઝિક્સ ટીચરના પ્રાઇવેટ ફોટા વિદ્યાર્થીઓમાં વાયરલ થઇ ગયા, જે બાદ પેરેન્ટ્સે શિક્ષક વિરુદ્ધ મોરચો ખોલ્યો અને આને પરિણામે શિક્ષકે શાળામાંથી રાજીનામું આપવું પડ્યું. મહિલા શિક્ષિકાએ સબસ્ક્રિપ્શન આધારિત વેબસાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને સામગ્રી પોસ્ટ કરી રહી હતી. મહિલા શિક્ષિકાનું કહેવું છે કે તે પોતાના બીમાર પુત્રની સારવારના ખર્ચ માટે આ કામ કરી રહી હતી.

ફિઝિક્સ ટીચર Kirsty Buchan ઉર્ફે Jessica Jackrabbit સ્કોટલેન્ડની બેનરમેન હાઈસ્કૂલમાં ભણાવતી હતી. તે અભિનેત્રી પણ રહી ચુકી છે. તેણે કહ્યું કે વિદ્યાર્થીઓમાં તેની ખાનગી તસવીરો વાયરલ થઈ રહી છે. આ પછી તેની પાસે શાળા છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. વાયરલ થઈ રહેલા ફોટા વિશે જ્યારે તેણીને ખબર પડી ત્યારે તે ટેન્શનમાં આવી ગઈ. તપાસ પહેલા જ ક્રિસ્ટીએ રાજીનામું આપ્યું.

ક્રિસ્ટીએ કહ્યું કે તેનો 11 વર્ષનો પુત્ર પેટની ગંભીર સમસ્યાથી પીડાતો હતો, તેનું ઓપરેશન કરાવવાનું હતુ અને ઓપરેશન માટે પૈસાની જરૂર હતી..તેથી જ તેણે વેબસાઇટ પર તેના ખાનગી ફોટા શેર કર્યા. ક્રિસ્ટીએ કહ્યું કે શાળાએ તેનો પગાર આપવાનો ઇનકાર કરી દીધો છે, તો તે તેના બીમાર પુત્રની સંભાળ કેવી રીતે રાખશે, તે તેના માટે ચિંતાનો વિષય છે. ક્રિસ્ટીએ કહ્યું કે તે પુરુષપ્રધાન સમાજમાં ફિઝિક્સ ટીચર છે. તેણે એમ પણ કહ્યું કે તેની સફળતાથી મહિલાઓ પણ ચિડાય છે.

તસવીરો વાયરલ થયા બાદ વિદ્યાર્થીઓના વાલીઓએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બાળકના માતા-પિતાએ ‘ડેઈલી રેકોર્ડ’ને જણાવ્યું કે ક્રિસ્ટીના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને વોટ્સએપ પર તેની ચર્ચા થઈ રહી છે. આ પછી બાળકોના વાલીઓએ ગ્લાસ્ગો સિટી કાઉન્સિલના એજ્યુકેશન ચીફને ફરિયાદ કરી. આ મામલામાં ગ્લાસ્ગો સિટી કાઉન્સિલના પ્રવક્તાનું નિવેદન પણ આવ્યું છે કે, ‘એડલ્ટ ફોટા વાયરલ થયા બાદ ટીચરે તપાસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું.

Shah Jina