ખબર

અમદાવાદમાં શિક્ષકે પાર કરી હેવાનિયતની બધી હદો : 3 વર્ષ સુધી એલન BYJU’Sના લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર આચર્યુ દુષ્કર્મ અને લગ્નના માંગા આવતા જ…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અને સગીર યુવતિઓ પર અત્યાચાર અને દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં એવું બનતુ હોય છે કે સસરા અને વહુના સંબંધો લજવાય તો ઘણા કિસ્સામાં એવું બનતુ હોય છે કે ગુરુ-શિષ્યના સંબંધો લજવાતા હોય છે. હાલમાં જ આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ. તે વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ પણ પ્રેમના પાઠ શિખવતો હતો. તેણે એક વિદ્યાર્થીનીને પ્રેમમાં ફસાવીને તેના પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે, વિદ્યાર્થીનીના માતા-પિતાને જાણ થતા જ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો અને તે બાદ વસ્ત્રાપુર પોલિસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે.અમદાવાદના આ શિક્ષકનુ નામ છે મયંક દીક્ષિત છે. જે એલન ઇન્સ્ટિટયૂટમાં મોટિવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો. જેણે ઈન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભેળવીને તેની સાથે સંબંધો બાંધ્યા હતા. તેણે એક કે બે વાર નહિ પરંતુ ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે વિદ્યાર્થીની માતા-પિતાને આ ઘટનાની જાણ થતાં જ આખરે હૈવાન શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો અને તે બાદ વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ આરોપીએ એકવાર નહિ પરંતુ અનેકવાર અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીનીને લઇ જઇ તેના સાથે શરીર સંબંધો બાંધ્યા હતા. જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીનીના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ આરોપી અને હેવાન શિક્ષકે લગ્ન પછી પણ સંબંધ રાખવા માટે દબાણ કર્યુ અને તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.. જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી. આખરે કંટાળ્યા બાદ આ મામલાની જાણ તેણે તેના માતા-પિતાને કરી હતી અને તે બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શિક્ષક મયંકની ઉંમર 42 વર્ષ છે હાલ આ આરોપી BYJU’S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

મયંક દીક્ષિતે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો અને આવી રીતે તેને બ્લેકમેલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.