50 વર્ષના વૃદ્ધ ગુરુ પર 20 વર્ષની વિદ્યાર્થીનીનું દિલ આવ્યું, લગ્ન કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી, જુઓ તસવીરો

50ના ગુરુજી-20ની વિદ્યાર્થીની…ભણતા ભણાવતા થઇ આંખો ચાર : ઇંગ્લીશ ભણવા કોચિંગ જતી હતી શ્વેતા, બંનેએ મંદિરમાં ફર્યા ફેરા

કહેવાય છે કે પ્રેમ ન તો ઉંમર જુએ છે કે ન તો ઘર-બાર… પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય છે તે કોઈ નથી જાણતું. હાલમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોચિંગમાં ભણાવતા 42 વર્ષીય શિક્ષકને તેની 20 વર્ષની વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો. ભણતી વખતે અને ભણાવતી વખતે બંનેની આંખો મળી અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ. આખરે 42 વર્ષીય શિક્ષકે 20 વર્ષની વિદ્યાર્થીની સાથે મંદિરમાં લગ્ન કર્યા. જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા પ્રેમની અદ્ભુત કહાની બિહારના સમસ્તીપુરમાંથી સામે આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે 20 વર્ષની શ્વેતા કુમારી રોસડા બજારમાં સ્થિત સંગીત કુમારના કોચિંગ હેઠળ અંગ્રેજીનો અભ્યાસ કરતી હતી. અહીં જ તેની 42 વર્ષના શિક્ષક સાથે આંખો મળી અને પછી શું હતું, ઉંમરમાં 22 વર્ષનો તફાવત હોવા છતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આખરે રોસડા થાણેશ્રવર મંદિરમાં લગ્ન થયા.શિક્ષક અને વિદ્યાર્થીના લગ્નનો વીડિયો પણ સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમની વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આસપાસના લોકો આ લગ્નના સાક્ષી બન્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીની શ્વેતા અંગ્રેજીનો અભ્યાસ કરવા માટે શિક્ષકની કોચિંગ સંસ્થામાં જતી હતી. આ સમય દરમિયાન જ તે તેના શિક્ષકના પ્રેમમાં પડી હતી. લગ્ન કરનાર શિક્ષક અને વિદ્યાર્થી બંને રોસરા બજારના રહેવાસી છે. બંનેના ઘરનું અંતર માત્ર 800 મીટર છે. શિક્ષકની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. આ લગ્નની ખબર સામે આવતા મટુકનાથ અને જૂલીની ચર્ચા ફરી શરૂ થઇ ગઇ છે. બિહારના રહેવાસી મટુકનાથ પટના યુવિનર્સિટીના પ્રોફેસર હતા.

પ્રોફેસર મટુકનાથે એક કેંપ લગાવ્યો હતો. આ કેપમાં યુનિવર્સિટીની વિદ્યાર્થીની જુલી પણ પહોંચી હતી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ, બંનેએ એકબીજાનો નંબર લીધો. આ પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. મટુકનાથ પહેલેથી જ પરિણીત હતો અને તેને સંતાનો પણ હતા. આ પ્રેમ માટે મટુકનાથે પોતાના લગ્ન દાવ પર લગાવી દીધા અને નોકરી પણ ગુમાવવી. જો કે, તેમ છતાં પણ બંને એકબીજાને ખુલ્લેઆમ પ્રેમ કરતા રહ્યા. બંનેના ફોટા અખબારોમાં આવવા લાગ્યા અને મટુકનાથ લવ ગુરુ તરીકે પ્રખ્યાત થઈ ગયા.

મટુકનાથ અને જુલીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં મટુકનાથ જુલીને પાછળ બેસાડી રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં મટુકનાથને આ લવસ્ટોરીના કારણે જેલમાં પણ જવું પડ્યું હતું. તે પછી આ લવસ્ટોરીનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે જૂલી સાત સમુદ્ર પાર જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે અને મટુકનાથ હજુ પણ ઘરમાં જુલીની તસવીર સામે તાકી રહે છે.

Shah Jina