આ શિક્ષકે વિદ્યાર્થીઓને જાદુઈ રીતે ભણાવ્યો ફિઝિક્સનો પાઠ, ફક્ત 10 સેકેન્ડમાં જ હાથમાંથી ગાયબ થઇ ગયો કાચનો ગ્લાસ, જુઓ વીડિયો

આ શિક્ષકની ભણાવવાની સ્ટાઇલ પર ફિદા થઇ રહ્યા છે લોકો, એવી સરળ શૈલીમાં જાદુઈ રીતે શીખવ્યું ફિઝિક્સ કે વીડિયો જોઈને તમે પણ ફેન બની જશો, જુઓ

એક સાચો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરે છે, કારણ કે એ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક અને શાળાનું નામ રોશન કરતા હોય છે, ત્યારે આજના સમયમાં હવે ભણાવવા માટેની અવનવી રીતો પણ શિક્ષકો દ્વારા અપનાવવામાં આવતી હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે.

ત્યારે હાલ ભૌતિકશાસ્ત્રના શિક્ષકના લેક્ચરનો એક વીડિયોએ લોકોને કરી રહ્યો છે. આ વીડિયો દીપક પ્રભુએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વાયરલ વીડિયોમાં એક શિક્ષક બે ગ્લાસનો ઉપયોગ કરીને મધ્યમ હવા અને કાંચના રીફ્રેક્ટિવ ઇન્ડેક્સને અલગ અલગ જણાવતા જોવા મળી રહ્યા છે. થોડીવાર બાદ શિક્ષક એક ગ્લાસની અંદર વેજીટેબલ ઓઈલ નાખે છે અને વિસ્તારથી જણાવે છે કે કાંચ અને તેલના રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ સમાન છે.

શિક્ષક કહે છે કે જ્યારે રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ સમાન હોય છે, ત્યારે પ્રકાશ વળતો નથી અને તેથી જ કાચ દેખાતો નથી. વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “તે એક વાસ્તવિક હાર્ડકોર શિક્ષક છે, એવા નથી કે જે અંગ્રેજી બોલીને જગમગવા માંગે છે.” ટ્વિટર પર આ વીડિયોને 85,000થી વધુ વખત જોવામાં આવ્યો છે.

ભૌતિકશાસ્ત્ર શીખવવાની તેમની વિશિષ્ટ શૈલીથી ઇન્ટરનેટ ખૂબ પ્રભાવિત છે. એક યુઝરે લખ્યું, “સમજાવવાની સરસ રીત. હું મારા મિત્રોને કહું છું કે આ જ કારણ છે કે વરસાદની મોસમમાં અમારી કારની હેડલાઇટ શ્રેષ્ઠ રીતે કામ કરતી નથી. પ્રતિબિંબીત સૂચકાંક ઓછો છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘ભારતીય શિક્ષણ પ્રણાલી (ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ) સમાન હોવાનું એક કારણ એ છે કે તેને માતૃભાષામાં ભણાવવામાં આવતું નથી.”

Niraj Patel