શિક્ષણ જગતની એક શરમજનક તસવીર આવી સામે, ક્લાસરૂમમાં આરામથી સુઈ રહ્યા હતા શિક્ષિકા, વિદ્યાર્થીની નાખી રહી હતી હાથ પંખો, વીડિયો થયો વાયરલ

આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થામાં ઘણો સુધારો આવી ગયો છે, છતાં પણ કેટલાક અંતરિયાળ ગામડાની સ્કૂલોની એવી હાલત છે કે તેને જોઈને હેરાની પણ થાય, તો ઘણી સરકારી સ્કૂલોમાં શિક્ષકો અને શિક્ષિકાઓ પણ એવા હોય છે જે શિક્ષણના નામે કંઈક બીજું જ કરતા હોય છે, ઘણીવાર આવી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક સ્કૂલનો છે, જ્યાં એક મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં સૂતી જોવા મળે છે. તમે જોઈ શકો છો કે બાળકો વર્ગખંડમાં બેઠા છે અને મહિલા શિક્ષિકા શાંતિથી સૂતી જોવા મળે છે. આટલું જ નહીં, મહિલા શિક્ષિકા એક છોકરી પાસેથી પંખો પણ નખાવતી જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો મહિલા શિક્ષિકાને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો બિહારની એક સરકારી શાળાનો જણાવવામાં આવી રહ્યો છે. જે સરકારી શાળાની કાળી વાસ્તવિકતા જણાવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે બાળકો વર્ગખંડમાં જમીન પર બેઠા છે. નજીકમાં એક ખુરશી રાખવામાં આવી છે. એક મહિલા શિક્ષિકા ખુરશી પર બેઠી છે. તે જ સમયે નજીકમાં એક છોકરી પણ ઉભેલી જોવા મળે છે. જ્યારે તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે મહિલા શિક્ષક વર્ગખંડમાં ખુરશી પર આરામથી  બેસીને સૂઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Baat Bihar Ki (@baatbiharki)

શિક્ષિકાને સૂતી વખતે ગરમીનો અહેસાસ થાય છે તેથી તેણે એક વિદ્યાર્થીને પંખો નાખવા માટે ઉભી રાખી છે. આ દરમિયાન કોઈએ ગુપ્ત રીતે તેનો વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ વીડિયો બિહારના બેતિયા જિલ્લાની એક સરકારી શાળાનો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે મહિલા શિક્ષક બાળકોના ભવિષ્યને અંધારામાં નાખીને શાંતિથી સૂઈ રહી છે.

Niraj Patel