‘બાય…હું જઇ રહી છું’ સરકારી શિક્ષિકાએ કેમેરા સામે જ વીડિયોમાં ઝહેર પી કરી લીધો આપઘાત, વીડિયોમાં સંભળાવી આપવીતી

મહિલા ટીચરનો આત્મહત્યાનો વીડિયો : બોલી- બાય…હું જઇ રહી છું, તમે લોકો ખુશ રહેજો, હવે ક્યારેય પરેશાન નહિ કરુ

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, માનસિક તણાવ, આર્થિક તંગી કે પછી પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો આત્મહત્યાનું કારણ બને છે. ત્યારે હાલમાં એક શિક્ષકના આત્મહત્યાના કિસ્સો સામે આવ્યો છે અને આ દરમિયાનનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના કાસગંજમાં એક શિક્ષકે આત્મહત્યા કરતી વખતે લાઈવ વીડિયો બનાવ્યો. મહિલાએ તેના ફોનમાં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન ઝેર પી લીધું હતું. થોડા સમય પછી મહિલાનું મોત થયું. વીડિયોમાં તેણે પતિ અને સાસરિયાઓનો ઉલ્લેખ કર્યો છે.

વીડિયોમાં તે બોલી રહી છે, “બાય… હું જઇ રહી છું. હવે તમે લોકો ખુશ રહેજો. મેં તમને ખૂબ પરેશાન કર્યા છે ને? હું તમને ફરી ક્યારેય પરેશાન નહીં કરું.” આ સમગ્ર મામલો શુક્રવારે સામે આવ્યો હતો. મહિલા શિક્ષિકાનું નામ રંજના હતું. આ કેસમાં મહિલાના માતા-પિતાએ તેના પતિ, સાસુ, સસરા, નણંદ અને માસી પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને પતિ અને સાસુની ધરપકડ કરી છે. ત્યાં નણંદ અને માસીની શોધ ચાલુ છે. મહિલાએ 17 માર્ચના રોજ તેના સાસરે ઝેર પી લીધું હતું.

રવિવારે તપાસ દરમિયાન પોલીસને મોબાઈલમાંથી આત્મહત્યાનો વીડિયો મળ્યો. રંજના ગંજ દુંદવાડાની વૈદિક કન્યા દેવી ઇન્ટર કોલેજમાં શિક્ષિકા હતી. રંજના મૈનપુરીની રહેવાસી હતી. તેના લગ્ન વર્ષ 2016માં કાસગંજના મહેન્દ્ર પાલ સાથે થયા હતા. રંજનાને પાંચ વર્ષની દીકરી પણ છે. જેનું નામ આદિ છે. વીડિયોમાં રંજના તેની દીકરીનું ધ્યાન રાખવાની પણ વાત કરી રહી છે. રંજનાનો પતિ ખાનગી નોકરી કરે છે. આ મામલામાં ગંજ દુંદવારા કોતવાલીના પ્રભારીએ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદ પર પતિ મહેન્દ્ર સિંહ, સસરા નેકસે લાલ, સાસુ મંજુ લતા, નણંદ અને માસી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મૃતકના પતિ અને સાસુ-સસરાની એક સંબંધીના ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીનાની શોધખોળ ચાલુ છે. તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ પોતાના મોબાઈલમાં ઝેર પી લેતા વીડિયો રેકોર્ડ કર્યો હતો અને આ વીડિયો તેમજ નિવેદનને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના પિતાએ કહ્યું કે, લગ્ન પછી તેના જીવનમાં બધું સારું ચાલતું હતું. લગ્નના બે વર્ષ એક પુત્રીનો જન્મ થયો. ઘણા વર્ષો સુધી બરાબર ચાલ્યુ પણ છેલ્લા ત્રણ વર્ષથી અચાનક તે લોકોએ તેમની દીકરીને હેરાન કરવાનું શરૂ કરી દીધું.

દીકરીનો ફોન આવે ત્યારે તે વાત કરતાં રડતી. તેમણે દીકરીના સાસરિયાઓને ઘણીવાર સમજાવ્યા, પણ તેમનો ત્રાસ બંધ ન થયો. 17 માર્ચના રોજ સાસરિયાઓનો ફોન આવ્યો કે રંજનાની તબિયત ખરાબ છે. સાસરિયા તેમને ઘણીવાર સુધી ગેરમાર્ગે દોરતા રહ્યા કે અમે હોસ્પિટલ લઇ જઇએ છીએ. પણ તેઓ તેને ક્યાંય લઈ ગયા નહોતા. જ્યારે તેઓ દીકરીના સાસરે પહોંચ્યા તો તેની લાશ આંગણામાં પડી હતી અને બધા ફરાર થઈ ગયા હતા. રંજનાની 5 વર્ષની દીકરી પાડોશીના ઘરે હતી.

Shah Jina