અમદાવાદમાં દીકરીએ ફોડ્યો પિતાના લફરાનો ભાંડો, ગેમ રમવા લીધેલા ફોનમાં પ્રેમિકા સાથેના અશ્લીલ ફોટા મળ્યા
Teacher husband’s relationship with other women : ગુજરાતમાં પતિ પત્ની અને વોના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં તો કેટલીક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે જેને સાંભળીને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એક એવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જેમાં એક દીકરીએ જ તેના પપ્પાના સંબંધોને ખુલ્લા પાડીને રાખી દીધા છે.
લગ્ન બાદ જ પત્નીને થઇ હતી પતિના સંબંધની જાણ:
આ મામલે સામે આવ્યો છે અમદાવાદના આનંદપુરામાંથી. જ્યાં એક શિક્ષક પતિની કાળી કરતૂત ખુલ્લી પડી છે. પતિ અને પત્ની બંને એક સાથે જ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આ દરમિયાન જ પતિના કોઈ અન્ય મહિલા સાથે સંબંધો હોવાની જાણ પત્નીને થઇ હતી. આ બંનેના લગ્ન વર્ષ 2010માં થયા હતા. લગ્ન બાદ તેમને એક દીકરી પણ જન્મી.

પિયર ગયા બાદ સમાધાન કરીને આવી હતી પતિના ઘરે :
પરંતુ લગ્નના થોડા સમય બાદ અન્ય મહિલા સાથે સંબંધોની જાણ પત્નીને થતા પત્નીએ પૂછ્યું તો બંને વચ્ચે ઝઘડો થયો અને પતિએ મારઝૂડ પણ કરી હતી, જેના લઈને મહિલા તેના પિયર ચાલી ગઈ હતી, જેના બાદ પોલીસ કંમ્પ્લેઇન પણ થઇ અને સમાધાન થતા જ પોતાની દીકરી સાથે પોતાના પતિના ઘરે પરત આવી ગઈ હતી, પરંતુ પતિના અન્ય મહિલા સાથે સંબંધો અટકયા નહિ.

દીકરીએ મોબાઇલમાં જોઈ લીધી અન્ય મહિલા સાથે પપ્પાની અશ્લીલ તસવીરો :
એક દિવસ દીકરીએ ગેમ રમવા માટે પપ્પાનો મોબાઈલ લીધો અને એ દરમિયાન જ તેને મોબાઈલમાં પપ્પાના અન્ય મહિલાઓ સાથે અશ્લીલ ફોટો જોયા, જેના બાદ તેને આ વાત તેની માતાને કરી. મહિલાએ આ બાબતે પતિને ફરિયાદ કરી તો રોષે ભરાયેલા પિતાએ દીકરી અને પત્નીને માર માર મારી, જાનથી મારી નાખવાની ધમકી અપાઇને ઘરની બહાર કાઢી મુક્યા હતા, જેના બાદ મહિલા આખી રાત પાર્કિંગમાં બેસી રહી અને બીજા દિવસે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી.